ચેન્નઇમાં કાવેરી મુદ્દે IPL વિરૂદ્ધ પ્રદર્શન, જાડેજા પર ફેક્યું જૂતું
આ દરમિયાન પ્રદર્શનકારીઓ આ મેચના વિરોધમાં અને પોતાની માંગણીઓના સમર્થનમાં સૂત્રોચાર કર્યો. આ દરમિયાન પોલીસ પહોંચી અને સ્થિતિને નિયંત્રણમાં લાવવાનો પ્રયત્ન કર્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓએ મેદાન પર બૂટ ફેંક્યા હતા. મેચ શરૂ થયાને થોડા સમય બાદ જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ ફીલ્ડિંગ કરી રહી હતી ત્યારે આ જૂતું ફેંકવામાં આવ્યું હતું.
ચેન્નઈઃ ચેન્નઈમાં મંગળવારે રમવામાં આવેલ ચેન્નઈ સુપરકિંગ્સ અને કોલકાતા નાઇટ રાઈડર્સના મેચ દરમિયાન કેટલાક તોફાની લોકોએ રવિન્દ્ર જાડેજા પર જૂતું ફેંક્યું હતું. આ ઘટના કોલકાતા નાઈટ રાઈડર્સની ઇનિંગની આઠમી ઓવરમાં થઈ, જ્યારે પ્રેક્ષકોમાંથી કેટલાક લોકોએ નજીક ફીલ્ડિંગ કરી રહેલ જાડેજા તરફ જૂતું ફેંક્યું, જોકે તેને જૂતું લાગ્યું ન હતું.
ઉલ્લેખનીય છે કે, કાવેરી મુદ્દે પર આઈપીએલ મેચના વિરોધની આગ કડક સુરક્ષા વચ્ચે પણ એમ.એ ચિદંબરમ સ્ટેડિયમની અંદર પહોંચી ગઈ હતી. પ્રદર્શનકારીઓએ મેચ પહેલા જ ચેતવણી આપી હતી કે જો મેચ રદ્દ નહીં કરવામાં આવે તો તેઓ સ્ટેડિયમમાં જઈને વિરોધ કરશે. સ્ટેડિયમમાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં આંદોલનકારી સ્ટેડિયમમાં દાખલ થઈ ગયા અને મેચ દરમિયાન તેમણે વિરોધ પ્રદર્શન કર્યું.
આ જૂતાને ફીલ્ડિંગ કરી રહેલા રવિન્દ્ર જાડેજાએ કિક મારીને દૂર ફેક્યું હતું. ત્યાર બાદ આ મેચમાં નહીં રમતો CSKનો ખેલાડી ફાફ ડુપ્લેસિસ મેદાન પર આવ્યો અને જૂતાંને ઉપાડીને જે જગ્યાએથી ફેંકવામાં આવ્યું હતું તે તરફ જોયું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -