IPL 2018: ફાઇનલમાં આજે ચેન્નાઇ અને હૈદરાબાદ વચ્ચે થશે હાઇવૉલ્ટેજ મુકાબલો, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસનરાઇઝર્સ હૈદરાબાદઃ- કેન વિલિયમસન (કેપ્ટન), શિખર ધવન, મનીષ પાન્ડે, ભૂવનેશ્વર કુમાર, રિદ્ધિમાન સાહા, સિદ્ધાર્થ કૌલ, દીપક હુડા, ખલીલ અહેમદ, સંદિપ શર્મા, યુસુફ પઠાણ, શ્રીવત્સ ગોસ્વામી, રિકી ભુઇ, બાસિત થંપી, ટી નટરાજન, સચિન બેબી, વિપુલ શર્મા, મેહદી હસન, તન્મય અગ્રવાલ, એલેક્સ હેલ્સ, કાર્લોસ બ્રેથવેટ, રાશિદ ખાન, શાકિબ અલ હસન, મોહમ્મદ નબી અને ક્રિસ જોર્ડન.
ચેન્નાઇ સુપરકિંગ્સઃ- મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા, ફાક ડૂ પ્લેસી, હરભજન સિંહ, ડ્વેન બ્રાવો, શેન વૉટસન, અંબાતી રાયડુ, દીપક ચાહર, કેએમ આસિફ, કનિષ્ક સેઠ, લુંગી નગિદી, ધ્રૂવ શૌરી, મુરલી વિજય, સેમ બિલિંગ્સ, માર્ક વુડ, ક્ષિતિજ શર્મા, મોનુ કુમાર, ચૈતન્ય વિશ્નોઇ, ઇમરાન તાહિર, કર્ણ શર્મા, શાર્દૂલ ઠાકુર, એન જગદીશન, ડેવિડ વિલી.
નવી દિલ્હીઃ ટી-20નો મહાકુંભ તરીકે ઓળખાતી આઇપીએલની 11ની સિઝન આજે પુરી થઇ જશે. મુંબઇમાં રમાનારી ફાઇનલમાં આજે ચેન્નાઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ટાઇટલ માટે જંગ લડશે. બન્ને ટીમો આખી ટૂર્નામેન્ટમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું છે, પણ હવે વારો છે આઇપીએલ ટાઇટલ જીતવાનો.
નોંધનીય છે કે, ચેન્નાઇએ ક્વૉલિફાયર 1માં હૈદરાબાદને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી, જ્યારે હૈદરાબાદે ક્વાલિફાયર 2માં કોલકત્તાને હરાવીને ફાઇલનમાં પ્રવેશ મેળવ્યો છે.
ઉલ્લેખનીય છે કે બન્ને ટીમે જબરદસ્ત ફોર્મમાં છે, ચેન્નાઇ અત્યાર સુધી 9 આઇપીએલ રમી છે અને સાત વાર ફાઇલનમાં પ્રવેશી ચૂકી છે, જ્યારે ચેમ્પિયન માત્ર બે વાર જ બની શકી છે.
આજની મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે, સાંજે 6.30 વાગે ટૉસ થશે અને ત્યારબાદ 7 વાગે આઇપીએલની આ હાઇવૉલ્ટેજ ફાઇનલ મેચ શરૂ થઇ જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -