બેંગલુરુ : કર્ણાટકના ક્રિકેટર  કૃષ્ણપ્પા ગૌતમે ટી-20 ઈતિહાસમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું છે. શુક્રવારે રાતે બેંગલુરુના ચિન્નસ્વામી સ્ટેડિયમ ખાતે શિવમોગા લાયન્સ સામે બેલેરી ટસ્કર્સ તરફથી રમતા ગૌતમે કર્ણાટક પ્રીમિયર લીગમાં કોહરામ મચાવી દીધો હતો.


ગૌતમે પ્રથમ ઇનિંગમાં 56 બોલમાં અણનમ 144 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેણે બોલિંગમાં પણ શાનદાર દેખાવ કરતા એક હેટ્રિક સહિત 15 રન આપીને 8 વિકેટ લીધી હતી.



જો કે, રાજ્ય ટી 20 લીગને સત્તાવાર ટી 20 નો દરજ્જો ન અપાય હોવાથી તેણે કોઈ રેકોર્ડ તોડ્યો નથી. આ ટી-20 લીગ્સને ‘અન્ય ટી -20’ તરીકે ક્લાસિફાય કરવામાં આવ્યા છે. ગૌતમ આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી પણ રમે છે.

જન્માષ્ટમી પર ધોની બન્યો કૃષ્ણ, વાંસળી વગાડતો વીડિયો થયો વાયરલ

જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, બનાવ્યો આ મોટો રેકોર્ડ, જાણો વિગતે