IPL 2023 Online: ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝન શરૂ થવામાં હવે માત્ર એક જ દિવસ બાકી રહ્યો છે. ચાર વર્ષ બાદ આ ટૂર્નામેન્ટ હૉમ એન્ડ અવે ફૉર્મેટમાં પરત ફરી રહી છે. IPL 2023, 31 માર્ચથી શરૂ થઇ રહી છે. આ સિઝનની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. બન્ને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જાણો અહીં તમે ભારતમાં IPL 2023ની મેચોનું ક્યારે અને ક્યાંથી લાઈવ ટેલિકાસ્ટ જોઇ શકશો......
ટીવી પર કેવી રીતે જોઇ શકાશે IPL 2023ની મેચો ?
IPL 2023માં રમાયેલી મેચોનું લાઈવ ટેલિકાસ્ટ ગઇ સિઝનની જેમ આ વખતે પણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. આ ટેલિકાસ્ટ SD અને HD બંનેમાં થશે. તેની ડિટેલ્સ હિન્દી અને અંગ્રેજી સિવાય ઘણી પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ હશે.
IPL 2023ની મેચોને આ રીતે જોઇ શકાશે ઓનલાઇન-
IPL 2023 મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ Jio Cinema એપ પર ફ્રીમાં ઉપલબ્ધ થશે. Jio એ જાહેરાત કરી છે કે આ મેચો 4k રિઝૉલ્યૂશનમાં જોઈ શકાશે. આ મેચો દેશભરમાં 12 ભાષાઓમાં ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ મેચો એપ દ્વારા મોબાઈલ, ટેબલેટ અને લેપટોપ પર માણી શકાશે.
લેપટોપ અને પીસી પર IPL 2023 કઇ રીતે જોઇ શકાશે ?
લેપટોપ અથવા પીસીનો ઉપયોગ કરતા દર્શકો Jio સિનેમાની વેબસાઈટ પર જઈને ફ્રીમાં મેચ જોઈ શકે છે.
શું હશે મેચનો સમય ?
IPL 2023ની લીગ મેચો બપોરે 3.30 વાગે અને સાંજે 7.30 વાગ્યાથી રમાશે. વળી, પ્લેઓફની મેચો સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે.
નવું શું હશે IPL 2023માં ?
IPL 2023માં ઈમ્પેક્ટ પ્લેયર નિયમ લાગુ કરવામાં આવશે. હવે દરેક ટીમ ચાર ખેલાડીઓને અવેજી તરીકે રાખી શકશે. આ ખેલાડીઓનો ઉપયોગ મેચ દરમિયાન કરવામાં આવશે.