PBKS vs GT: આજે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં 16મી મેચમાં પંજાબ કિંગ્સ (PBKS) ની ટીમ ગુજરાત ટાઇટન્સ (GT) સામે ટકરાશે. આ સિઝનમાં બન્ને ટીમો પહેલીવાર આમને સામને થશે. ગુજરાતની આગેવાની હાર્દિક પંડ્યા કરી રહ્યો છે, તો પંજાબની કમાન મયંક અગ્રવાલના હાથમાં છે. જાણો આજની મેચનુ લાઇવ ટેલિકાસ્ટ અને ઓનલાઇન સ્ટ્રીમિંગ ક્યાંથી કેટલા વાગે જોઇ શકાશે.... 


અહીંથી જોઇ શકાશે મેચનુ લાઇવ ટેલિકાસ્ટ - 
પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની વચ્ચે શુક્રવારે સાંજે 7:30 વાગ્યાથી આ મેચ રમાશે. આ મેચ મુંબઇના બ્રેબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.  


જો તમે પંજાબ અને ગુજરાત વચ્ચેની મેચને જોવા માંગતા હોય તો તમે આનુ લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સની ચેનલો પરથી જોઇ શકો છો, એટલે કે મેચનુ સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે, સ્ટાર સ્પોર્ટ્સ ભારતમાં આઇપીએલ 2022 નુ ઓફિશિયલ બ્રૉડકાસ્ટર છે. આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 3 અને સ્ટાર ગૉલ્ડ 2 ચેનલો પર જોઇ શકાશે.  


ક્રિકેટ ફેન્સ મેચનુ ઓનલાઇન સ્ટ્રીમિંગ Disney+ Hotstar એપ પર જોઇ શકે છે, પરંતુ આ એપ પર મેચ જોવા માટે દર્શકોને સબ્સક્રિપ્શનની જરૂર પડશે, તમે મેચનો લાઇવ સ્કૉર અને લેટેસ્ટ અપડેટ માટે https://gujarati.abplive.com સાથે જોડાયેલા રહો. 


સંભવિત પ્લેઇંગ ઇલેવન -


પંજાબ કિંગ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 
મયંક અગ્રવાલ (કેપ્ટન), શિખર ધવન, ભાનુકા રાજપક્ષે, લિયામ લિવિંસ્ટૉન, શાહરૂખ ખાન, ઓડિયન સ્મિથ, જિતેશ શર્મા (વિકેટકીપર), રાહુલ ચાહર, કગિસો રબાડા, અર્શદીપ સિંહ, વૈભવ અરોડા.


ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
શુભમન ગિલ, મેથ્યૂ વેડ (વિકેટકીપર), વિજય શંકર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), અભિનવ મનોહર, ડેવિડ મિલર, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, વરુણ એરોન, લૉકૂ ફર્ગ્યૂસન, મોહમ્મદ શમી. 


શું કહે છે પીચ રિપોર્ટ -
બ્રેબોર્ન સ્ટેડિયમની પિચ સામાન્ય રીતે બૉલરો અને બેટ્સમેનો બન્નેને મદદ કરે છે. આ મેદાન પર ભેજ એક મુખ્ય ફેક્ટર રહેવાનુ છે. મેદાન પર બાઉન્ડ્રી નાની છે, અને આઉટફિલ્ડ ફાસ્ટ છે. એટલે સંભાવના છે કે મોટો સ્કૉર બની શકે. આ પીચ પર રન ચેઝ કરનારી ટીમનો રેકોર્ડ સારો છે, અહીં ચેઝ માટે 60 ટકા જીત નક્કી છે.