રાજસ્થાન રોયલ્સના લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં ઈતિહાસ રચ્યો છે. તેણે શનિવારે પંજાબ કિંગ્સ સામે ત્રણ વિકેટ ઝડપી એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. તેણે રાજસ્થાનની જીતમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.


વાસ્તવમાં યુઝવેન્દ્ર ચહલે આ સિઝનમાં અત્યાર સુધીમાં 11 મેચ રમીને 22 વિકેટ ઝડપી છે. આ સાથે તે આઇપીએલના ઇતિહાસની કોઇ પણ સિઝનમાં 20 કે તેથી વધુ વિકેટ લેનારો બીજો બોલર અને પ્રથમ સ્પિનર ​​બની ગયો છે. આ પહેલા આ સિદ્ધિ શ્રીલંકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ મેળવી હતી.


ચહલે તેની IPL કારકિર્દીની શરૂઆત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) થી કરી હતી. તે છેલ્લી સિઝન સુધી આ ટીમ તરફથી રમ્યો હતો. આરસીબીએ ચહલને ટીમમાંથી મુક્ત કર્યો હતો. બાદમાં વર્ષ 2022માં મેગા ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સે ચહલને 6.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અગાઉ RCB તરફથી રમતા ચહલે 2015, 2016 અને 2020ની સિઝનમાં 20 કે તેથી વધુ વિકેટ ઝડપી હતી.


રસપ્રદ વાત એ છે કે લસિથ મલિંગા આ સિઝનમાં રાજસ્થાન ટીમનો બોલિંગ કોચ પણ છે. કોઈપણ 4 સિઝનમાં 20 કે તેથી વધુ વિકેટ લેનાર મલિંગા IPLનો પ્રથમ બોલર હતો. મલિંગાએ 2011, 2012, 2013 અને 2015ની સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા વિકેટો ઝડપી હતી.


રાજસ્થાનની ટીમે આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી


મેચમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટે 189 રન બનાવ્યા હતા. જોની બેયરસ્ટોએ 40 બોલમાં 56 રન બનાવ્યા હતા. જ્યારે જીતેશ શર્માએ 18 બોલમાં 38 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાનની ટીમે 4 વિકેટે 190 રન બનાવીને મેચ જીતી લીધી હતી. યશસ્વી જયસ્વાલે 41 બોલમાં 68 રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો.