Royal Challengers Bangalore vs Kolkata Knight Riders: જૉશ હેઝલવુડ ફિટ છે, અને તે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર માટે ખુશીની વાત છે, પરંતુ તે આજે રમાનારી એટલે કે 26 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં નહીં રમી શકે. ખરેખરમાં RCB માટે આ એક ઝટકો છે. હેઝલવુડ ઈજાના કારણે IPL 2023માં એક પણ મેચ રમી શક્યો નથી. તે હાલના દિવસોમાં નેટ્સ પર બૉલિંગની પ્રેક્ટિસ કરી રહ્યો છે, અને તે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી ક્લિયરન્સનો ઇન્તજાર કરી રહ્યો છે. આવામાં ડેવિડ વિલી ફરી એકવાર કોલકાતા સામેની મેચમાં પ્લેઈંગ ઈલેવન જોવા મળી શકે છે. 


ચાર મહિનાથી છે ક્રિકેટથી દુર - 
ESPNcricinfoના રિપોર્ટ અનુસાર, 'જૉશ હેઝલવુડ IPLમાં વાપસી કરતા પહેલા એક મેચ માટે બહાર થઈ જશે'. ઈજાના કારણે તે છેલ્લા ચાર મહિનાથી ક્રિકેટથી દુર છે. તે એપ્રિલના મધ્યમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની ટીમમાં જોડાયો હતો. ત્યારથી તેને બૉલિંગ કરવાનું શરૂ કરી દીધુ હતુ. તે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને આરસીબી સ્ટાફ સાથે મળીને કામ કરી રહ્યો છે.


ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી ક્લિયરન્સનો ઇન્તજાર - 
જૉશ હેઝલવુડે મેદાન પર વાપસી કરતા પહેલા ઘણી બાબતો પર કામ કરવું પડશે. IPL 2023માં ઉતરતા પહેલા તે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયન બોર્ડે હજુ સુધી તેને IPLમાં રમવાની મંજૂરી આપી નથી. કારણ કે CAનું ધ્યાન 7 જૂનથી શરૂ થનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પર છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ બાદ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એશીઝ સિરીઝ રમાશે. આવામાં જૉશ હેઝલવુડે ફિટ રહેવું જરૂરી છે.


મજબૂત હશે RCBની બૉલિંગ - 
જૉશ હેઝલવુડ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થયા બાદ ટીમની બૉલિંગ વધુ ધારદાર અને મજબૂત બનશે. આવામાં RCBની ડેથ ઓવરોમાં બૉલિંગની સમસ્યા પણ દુર થઈ જશે. જોકે ડેવિડ વિલીએ ડેથ ઓવર્સમાં બૉલિંગમાં ખાસ્સો એવો પ્રભાવ પાડ્યો છે. આવામાં જૉશ હેઝલવુડ, સિરાજ અને ડેવિડ વિલીની ત્રિપુટી વધુ ઘાતક બની શકે છે. જૉશ હેઝલવુડે IPL 2022માં 12 મેચોમાં 8 રન પ્રતિ ઓવરના ઇકોનોમી રેટથી 20 વિકેટો ઝડપી છે.