MS Dhoni IPL 2024: IPL 2024ની 29મી મેચ આજે મુંબઈ ઈન્ડિયન્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. બંને ટીમો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આમને સામને ટકરાશે. એમએસ ધોની માટે આ મેચ ખૂબ જ ખાસ રહેવાની છે. આ મેચ દરમિયાન તે એક મોટો રેકોર્ડ બનાવી શકે છે. તે એવી યાદીમાં સામેલ થઈ શકે છે જેમાં અત્યાર સુધી માત્ર સુરેશ રૈનાનું નામ સામેલ છે.


આજે ઇતિહાસ રચી શકે છે ધોની 
એમએસ ધોની 2008થી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ તરફથી રમી રહ્યો છે. તેણે CSK માટે અત્યાર સુધીમાં 249 મેચ રમી છે. આ દરમિયાન તેણે 4996 રન બનાવ્યા છે. જેમાં 23 અડધી સદી સામેલ છે. તે હવે CSK માટે 5000 રન બનાવવાથી માત્ર 4 રન દૂર છે. જો તે 5000 રન પૂરા કરશે તો તે CSK માટે આવું કરનાર બીજો ખેલાડી બની જશે. આ પહેલા સુરેશ રૈનાએ આ કારનામું કર્યું હતું. રૈનાએ CSK માટે 5529 રન બનાવ્યા હતા.


CSK માટે સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓ


સુરેશ રૈના - 5529 રન
એમએસ ધોની - 4996 રન 
ફાક ડૂ પ્લેસીસ - 2932 રન 
માઇકલ હસી - 2213 રન 
મુરલી વિજય - 2205 રન 


આઇપીએલમાં એમએસ ધોનીના આંકડા 
એમએસ ધોની આઈપીએલમાં અત્યાર સુધીમાં કુલ 255 મેચ રમી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન તેણે 39.09ની એવરેજથી 5121 રન બનાવ્યા છે. જેમાં 24 અડધી સદી સામેલ છે. એમએસ ધોની પણ આઈપીએલના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક છે. તેમની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 5 વખત આઈપીએલનો ખિતાબ જીત્યો હતો.