Will MS Dhoni Play Against GT Today:  IPL 2026માં બધી ટીમોએ તેમની ઓછામાં ઓછી અડધી લીગ મેચ રમી છે. એટલે કે, ટુર્નામેન્ટના લીગ સ્ટેજનો અડધો ભાગ પૂર્ણ થઈ ગયો છે, પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની હજુ સુધી મેદાન પર જોવા મળ્યા નથી. આજે રવિવાર (26 એપ્રિલ), ચેન્નઈ તેની આઠમી લીગ મેચ માટે મેદાનમાં ઉતરશે. પરંતુ મેચ અગાઉ ફેન્સના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું આજે ધોની રમશે? તો ચાલો જાણીએ ધોનીના પ્રદર્શન અંગે લેટેસ્ટ અપડેટ્સ.

આજે સીઝનની 37મી મેચ ચેપોક સ્ટેડિયમ ખાતે ચેન્નઈ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. અગાઉ ચેન્નઈએ મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચ 103 રનથી જીતી હતી. તે મેચ પહેલા ધોનીની વાપસી અંગે ઘણી ચર્ચા હતી.

શું એમએસ ધોની આજે ગુજરાત સામે રમશે?

મુંબઈ અને ચેન્નઈ વચ્ચેની મેચ દરમિયાન સીએસકેના બેટિંગ કોચ માઈકલ હસીએ સ્પષ્ટ કર્યું હતું કે ધોનીની વાપસી વિકેટકીપર-બેટ્સમેન તરીકે હશે. ધોની ફક્ત બેટ્સમેન તરીકે રમશે નહીં. માઈકલ હસીએ ધોનીની ફિટનેસ અંગે અપડેટ આપતા કહ્યું હતું કે, "અમને આશા છે કે આગામી કેટલીક મેચોમાં તે થઈ શકે છે પરંતુ તેના શ્રેષ્ઠ દેખાવ માટે તેણે લગભગ 100 ટકા ફિટ હોવું જરૂરી છે."

હસીએ આગળ કહ્યું હતું કે, "તે સારી પ્રગતિ કરી રહ્યો છે. હું જાણું છું કે તે શક્ય તેટલી વહેલી તકે પરત ફરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છે અને ચાહકો એમએસ ધોનીને મેદાન પર પાછો જોવા માટે ઉત્સુક છે."

નોંધનીય છે કે ચેન્નઈએ ગુજરાત સામેની આજની મેચમાં ધોનીની ભાગીદારી અંગે કોઈ સત્તાવાર અપડેટ આપ્યું નથી. જો કે, ફ્રેન્ચાઇઝીએ ધોનીના પ્રેક્ટિસનો વીડિયો પણ શેર કર્યો છે. પ્રેક્ટિસના વીડિયો પહેલા પણ રિલીઝ કરવામાં આવ્યા છે. ધોની આજે મેદાનમાં ઉતરે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.                                   

આ પણ વાંચોઃ 264 રન છતાં દિલ્હીની શરમજનક હાર! અક્ષર પટેલે કોના પર ફોડ્યું ઠીકરું? જાણો હારનું અસલી કારણ