CSK vs KKR Pitch Report: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે (23 એપ્રિલ) ચાર વખતની ચેમ્પીયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની ટક્કર બે વારની વિજેતા ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સાથે થવાની છે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં આજે રાત્રે રમાશે. ખાસ વાત છે કે, આ સિઝનમાં અહીંની પીચ પર બેટ્સમેનોને ખુબ મદદ મળી છે, અને આજની મેચમાં પણ પીચનો મિજાજ કંઇક આવો જ રહી શકે છે. 


ઈડન-ગાર્ડન્સની પીચનો શું છે મિજાજ - 
આ મેદાન પર IPL 2023ની બે મેચની ત્રણ ઇનિંગ્સમાં 200થી વધુ સ્કૉર બનાવ્યા છે. અહીં બેટ્સમેનોને ઘણી મદદ મળી છે. જોકે, અમૂક હદ સુધી અહીં સ્પિનરોએ પણ દમ બતાવ્યો છે. આજની મેચમાં અહીં ભારે વરસાદ પડી શકે છે, અને સ્પીનરોને પણ અહીં ટર્ન મળશે. પ્રથમ બેટિંગ કરનાર ટીમે અહીં છેલ્લી બે મેચ જીતી છે. એટલે કે રાત્રનો ભેજ વધુ પ્રભાવી નથી રહ્યો.


બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ -11 અને ઇમ્પેક્ટ પ્લેયર્સ  - 


CSK પ્લેઇંગ -11 (પહેલા બેટિંગ) - 
ડેવૉન કૉન્વે, ઋતુરાજ ગાયકવાડ, અંજિંક્યે રહાણે, મોઇન અલી, શિવમ દુબે, અંબાતી રાયુડુ, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન, વિકેટકીપર), મથીષા પથીરાણા, તુષાર દેશપાન્ડે, મહીષ તીષ્ણા. 


CSK પ્લેઇંગ -11 (પહેલા બૉલિંગ) - 
ડેવૉન કૉન્વે, ઋતુરાજ ગાયકવાડ, અંજિંક્યે રહાણે, મોઇન અલી, શિવમ દુબે, અંબાતી રાયુડુ, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન, વિકેટકીપર), મથીષા પથીરાણા, તુષાર દેશપાન્ડે, મહીષ તીષ્ણા, આકાશ સિંહ.


CSK ઇમ્પેક્ટ પ્લેયર્સ - આકાશસિંહ / અંબાતી રાયુડુ. 


KKR પ્લેઇંગ-11 (પહેલા બેટિંગ) - 
જેસન રૉય, લિટન દાસ (વિકેટકીપર), વેન્કેટેશ અય્યર, નીતિશ રાણા, મંદીપ સિંહ, આન્દ્રે રસેલ, રિન્કુ સિંહ, સુનીલ નારેન, શાર્દૂલ ઠાકુર, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી. 


KKR પ્લેઇંગ-11 (પહેલા બૉલિંગ) - 
જેસન રૉય, લિટન દાસ (વિકેટકીપર), વેન્કેટેશ અય્યર, નીતિશ રાણા, મંદીપ સિંહ, આન્દ્રે રસેલ, રિન્કુ સિંહ, સુનીલ નારેન, શાર્દૂલ ઠાકુર, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી, સુયેશ શર્મા. 


KKR ઇમ્પેક્ટ પ્લેયર્સ - સુયેશ શર્મા / વેન્કેટેશ અય્યર.