RCB vs RR Pitch Report: IPLમાં આજે (23 એપ્રિલ)ની પહેલી મેચમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર અને રાજસ્થન રૉયલ્સ વચ્ચે ટક્કરથશે. બન્ને ટીમો બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આમને સામને ટકરાશે. આ મેચ બપોરે 3.30 વાગે શરૂ થશે. રાજસ્થઆન રૉયલ્સે આ સિઝનમાં પોતાની છે મેચમાંથી ચારમાં જીત હાંસલ કરી છે. વળી, RCBને પોતાની પહેલી મેચમાં ત્રણ જીત હાંસલ થઇ હતી. બન્ને ટીમો સારી લયમાં દેખાઇ રહી છે. આવામાં આજે આ મેચમાં આ ટીમો પોતાની બેસ્ટ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરશે, કોઇ ખાસ ફેરફાર જોવા નહીં મળી શકે. જોકે બેટિંગ અને સ્પિન ફ્રેન્ડલી બેંગ્લુરુની પીચને જોતા આ ટીમો એક પોતાની પ્લેઇંગ ઇલેવનમાં વધારાના સ્પીનરને મોકો આપી શકે છે. 


કેવો છે બેંગલુરુંની પીચનો મિજાજ ?
બેંગ્લૉરની પીચ હંમેશાથી બેટ્સમેનો માટે મદદરૂપ રહી છે. અહીં બાઉન્ડ્રી નાની છે, જેના કારણે છગ્ગા ફટકારવા આસાન રહે છે. 200+ના સ્કૉરનો પીછો કરવો અહીં બહુ મુશ્કેલ નથી, બૉલરોમાં ખાસ ફાસ્ટ બૉલરોની સરખામણીમાં સ્પીનરોને થોડી વધુ મદદ મળી રહે છે. ફાસ્ટ બૉલરોની સરખામણીમાં અહીં સ્પિનરોનો ઈકોનોમી રેટ ઘણો સારો રહ્યો છે. જોકે આજની મેચ પહેલા પીચ પર સામાન્ય પેચ અને લીલું ઘાસ દેખાય છે, જે કદાચ ફાસ્ટ બૉલરોને પણ મદદ કરી શકે છે.


કેવી હશે બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન ?


RCB સંભવિત પ્લેઇંગ -11 (પહેલા બેટિંગ) - 
વિરાટ કોહલી, ફાક ડૂ પ્લેસીસ (કેપ્ટન), મહિપાલ લોમરૉર, ગ્લેન મેક્સવેલ, સુયેશ પ્રભુદેસાઇ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, ડેવિડ વિલી, મોહમ્મદ સિરાજ. 


RCB સંભવિત પ્લેઇંગ -11 (પહેલા બૉલિંગ) - 
વિરાટ કોહલી, ફાક ડૂ પ્લેસીસ (કેપ્ટન), મહિપાલ લોમરૉર, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, ડેવિડ વિલી, મોહમ્મદ સિરાજ, વિજયકુમાર વિષાક.


RCB સંભવિત ઇમ્પેક્ટ પ્લેયર - વિજયકુમાર વિષાક/સુયેશ પ્રભુદેશાઇ. 


RR સંભવિત પ્લેઇંગ -11 (પહેલા બેટિંગ) - 
જૉસ બટલર, યશસ્વી જાયસ્વાલ, સંજૂ સેમસન (કેપ્ટન, વિકેટકીપર), દેવદત્ત પડિક્કલ, શિમરૉન હેટમાયર, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, આર.અશ્વિન, જેસન હૉલ્ડર/એડમ જામ્પા, ટ્રેન્ટ બૉલ્ટ, સંદીપ શર્મા.


RR સંભવિત પ્લેઇંગ -11 (પહેલા બૉલિંગ) - 
જૉસ બટલર, યશસ્વી જાયસ્વાલ, સંજૂ સેમસન (કેપ્ટન, વિકેટકીપર), દેવદત્ત પડિક્કલ, શિમરૉન હેટમાયર, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, આર.અશ્વિન, જેસન હૉલ્ડર/એડમ જામ્પા, ટ્રેન્ટ બૉલ્ટ, સંદીપ શર્મા, યુજેવન્દ્ર ચહલ. 


RR સંભવિત ઇમ્પેક્ટ પ્લેયર - યુજવેન્દ્ર ચહલ/ દેવદત્ત પડિક્કલ.