IPL 2023 Updated Points Table After MI vs PBKS Match: ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનમાં ગઇકાલે પંજાબ કિંગ્સ (PBKS) એ મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને તેના હૉમ ગ્રાઉન્ડ પર 13 રનથી હરાવીને આ સિઝનમાં તેની ચોથી જીત નોંધાવી હતી. પંજાબ કિંગ્સની ટીમ હવે પૉઈન્ટ ટેબલમાં 5માં સ્થાને પહોંચી ગઈ છે, જેમાં ટીમના હવે 8 પૉઈન્ટ થઇ ગયા છે, વળી, નેટ રનરેટ -0.162 છે. આ સિઝનમાં પંજાબની ટીમે અત્યાર સુધી 7 મેચ રમી છે, જેમાંથી 3માં તેમને હારનો સામનો કરવો પડ્યો છે.


ટૉપ-4માં રાજસ્થાન, લખનઉ, ચેન્નાઈ અને ગુજરાત - 
આઇપીએલ પૉઈન્ટ ટેબલમાં આગળ વાત કરીએ તો, આમાં 31 લીગ મેચો પુરી થઇ ચૂકી છે, અને તમામ ટીમોની સ્થિતિમાં રાજસ્થાન રૉયલ્સ ટીમ ટોપ-4માં પ્રથમ સ્થાને છે જેને અત્યાર સુધી કુલ 6 મેચમાંથી 4માં જીત મેળવી છે. રાજસ્થાન ટીમની નેટ રનરેટ હાલમાં 1.043 છે. આ પછી લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ પૉઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે, જેને અત્યાર સુધી કુલ 7 લીગ મેચ રમીને 4 મેચ જીતી છે અને હાલના સમયે ટીમની નેટ રનરેટ 0.547 છે.


ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 8 પૉઈન્ટ સાથે પૉઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર છે, જેમાં ટીમે અત્યાર સુધી કુલ 6 મેચમાંથી 4 મેચમાં જીતી મેળવી છે, અને તેની નેટ રનરેટ 0.355 છે. પૉઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર ગુજરાત ટાઇટન્સ ટીમ છે, જેને 7 મેચમાંથી 4માં જીત મેળવી છે અને ટીમની નેટ રનરેટ 0.212 છે.


પંજાબ સામેની હાર બાદ મુંબઈ 7માં સ્થાને પહોંચ્યુ  - 
હાલમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની ટીમ પૉઈન્ટ ટેબલમાં 6 પૉઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે, વળી, હવે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 7મા સ્થાને આવી ગઈ છે. અત્યાર સુધી 6 મેચ રમ્યા બાદ મુંબઈની ટીમે 3માં જીત અને 3 મેચોમાં હારનો સામનો કર્યો છે. જેમાં ટીમની નેટ રનરેટ -0.254 છે. કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ પૉઈન્ટ ટેબલમાં છેલ્લે નીચેના 3 સ્થાન પર છે. વળી, હૈદરાબાદ અને કોલકાતાના 4-4 પૉઈન્ટ છે તો દિલ્હી હજુ 2 પૉઈન્ટ પર જ છે.