IPL 2023, MS Dhoni Sixes Video: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની ગઇકાલે રમાયેલી છઠ્ઠી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટક્કર લખનઉ સુપર જાયન્ટ્સ સામે થઇ હતી, ચેન્નાઇના ચેપૉક સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ચેન્નાઈની ટીમ 12 રને જીત મેળવી હતી, 


મેચમાં પ્રથમ બેટિંગ કરતા CSKએ 217 રનનો વિશાળ સ્કૉર બનાવ્યો હતો. તો વળી, લખનઉની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 205 રન જ બનાવી શકી હતી. આ મેચમાં ચેન્નાઇ તરફથી ઋતુરાજ ગાયકવાડ, ડેવૉન કોનવે, શિવમ દુબે, અંબાતી રાયડુ અને મોઈન અલીએ શાનદાર પ્રદર્શન કર્યું હતુ, પરંતુ આકર્ષણનું કેન્દ્ર કેપ્ટન એમએસ ધોની રહ્યો હતો, સ્ટેડિયમમાં હાજર ફેન્સ તેના માટે દિવાના થઈ ગયા હતા. સ્ટેડિયમમાં સર્વત્ર ધોની-ધોનીનો નારો ગુંજી રહ્યો હતો, અને લોકો જબરદસ્ત રીતે ચીયર કરી રહ્યાં હતા. 


ધોનીના છગ્ગા પર ઝૂમી ઉઠ્યા ફેન્સ - 
લખનઉ સુપર જાયન્ટ્સ સામે રમાયેલી મેચમાં એમએસ ધોની આઠમા નંબર પર બેટિંગ કરી હતી, જ્યારે તે બેટિંગ કરવા આવ્યો તો તેને પહેલા થર્ડ મેન પર પહેલી સિક્સ ફટકારી હતી. જ્યારે બીજા બૉલ પર તેણે મિડ-વિકેટ પર સ્કાય હાઈ સિક્સર ફટકારી દીધી હતી. આ સિક્સ દરમિયાન બૉલ લાંબા સમય સુધી રહ્યો હતો. ધોનીની આ શાનદાર સિક્સ જોઈને આખા સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો ખુશ થઈ ગયા. તેની સળંગ બે સિક્સર જોયા બાદ આખા સ્ટેડિયમમાં ધોની-ધોનીનું જબરદસ્ત ચીયરિંગ થવા લાગ્યુ હતુ. બીજીબાજુ ડગઆઉટમાં બેઠેલા CSKના ખેલાડીઓએ કેપ્ટનની છગ્ગા જોઈને ઉભા થઈને તેનું સ્વાગત કર્યું હતું.






1426 દિવસ બાદ રમાઇ આઇપીએલ મેચ  -
આ મેચનો દિવસ ચેન્નાઈના લૉકલ લોકો માટે એક ઐતિહાસિક દિવસ હતો. 1426 દિવસ બાદ પ્રથમ વાર ચેન્નાઈના ચેપૉક સ્ટેડિયમમાં આવી કોઇ મેચ રમાઈ હતી. ત્યાંના સ્થાનિક દર્શકો એમએસ ધોનીને જોવા માટે ઉત્સુક હતા. કૉવિડ-19ના કારણે છેલ્લા ચાર વર્ષમાં ચેન્નાઈમાં આઈપીએલની એકપણ મેચ નથી રમાઈ. આ દરમિયાન એમએસ ધોનીએ પણ તેના ચાહકોને નિરાશ કર્યા ન હતા. તેણે આવતાની સાથે જ સતત બે સિક્સર ફટકારીને સ્ટેડિયમમાં હાજર રહેલા હજારો દર્શકોનું મનોરંજન કરી દીધુ હતુ, તે 3 બૉલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો.