Anrich Nortje Join Delhi Capitals: ભારતમાં અત્યારે આઇપીએલની 16મી સિઝન ચાલી રહી છે, આ દરમિયાન દિલ્હી કેપિટલ્સની ટીમ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બૉલર એનરિક નોર્કિયા દિલ્હીની ટીમ સાથે જોડાયો છે. તેના આવ્યા પછી હવે દિલ્હીની બૉલિંગ વધુ ઘાતક બની ગઇ છે. એનરિક નોર્કિયા ઉપરાંત લુંગી એનગિડી પણ દિલ્હીની ટીમ સાથે જોડાઇ ગયો છે. અગાઉ આ બન્ને ખેલાડીઓ લખનઉ સુપર જાયન્ટ્સ વિરુદ્ધની મેચમાં ઉપલબ્ધ નહોતા. હકીકતમાં તે સમયે દક્ષિણ આફ્રિકાના મોટાભાગના ખેલાડીઓ નેધરલેન્ડ સામેની વનડે શ્રેણી રમવામાં વ્યસ્ત હતા. આ બંને ખેલાડીઓના આગમનથી હવે દિલ્હીની બૉલિંગ વધુ પાવરફૂલ બની ગઇ છે. એનરિક નોર્કિયા તેની સ્પીડ અને ઘાતક યોર્કર બૉલિંગ માટે જાણીતો છે.


એનરિક નોર્કિયા આવી ગયો - 
દિલ્હી પહોંચેલા એનરિક નોર્કિયા ખાસ સ્ટાઈલ સાથે જોવા મળ્યો હતો, આ દરમિયાન તેણે પોતાની મૂછો પર તાવ લગાવતા કહ્યું કે, 'દિલ્હીના લોકો એનરિક નોર્કિયા આવ્યો છે'. તેણે કહ્યું, 'હું ભારત આવીને ફરીથી દિલ્હીની ટીમ સાથે જોડાઈને રોમાંચિત અનુભવી રહ્યો છું. હું રમવા માટે તૈયાર છું. ખાસ વાત છે કે, એનરિક નોર્કિયાએ હાલમાં પોતાનો લૂક બદલેલો છે. હવે તે મોટી મૂંછ સાથે દેખાઇ રહ્યો છે. નોર્કિયા નેધરલેન્ડ સામેની ODI સીરીઝના કારણે પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ માટે ઉપલબ્ધ નહોતો. પરંતુ હવે ટીમમાં સામેલ થઇ ગયો છે, અને વિરોધી ટીમના બેટ્સમેનોનો હંફાવવા તૈયાર છે. 






એનગિડી પણ ટીમ સાથે જોડાયા - 
ઉલ્લેખનીય છે કે, નૉર્કિયા ઉપરાંત દિલ્હીની ટીમમાં એનગિડી પણ જોડાઇ ગયો છે. એનગિડી પણ એક ખતરનાક ફાસ્ટ બૉલર છે, તે પણ પોતાની નેશનલ ટીમમાં રમી રહ્યો હોવાથી દિલ્હીની પ્રથમ મેચમાં ઉપલબ્ધ ન હતો થઇ શક્યો. એનગિડીને આઇપીએલની મિની હરાજી 2023 પહેલા ફ્રેન્ચાઇઝીએ જાળવી રાખ્યો હતો. IPL 2022ની મેગા ઓક્શનમાં દિલ્હીએ એનગિડીને 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.


















દિલ્હીની આજે ગુજરાત સામે ટક્કર - 
આઇપીએલ 2023ની સાતમી મેચમાં આજે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સની વચ્ચે રમાશે. બન્ને ટીમોની આ મેચ અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હીમાં રમાશે. દિલ્હીને પહેલી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ 50 રનથી હારનો સમાનો કરવો પડ્યો હતો. વળી, ગુજરાતની ટીમે 31 માર્ચે પહેલી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સને 5 વિકેટથી હરાવ્યુ હતુ.