IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ વર્ષની આઈપીએલ સીઝન દુઃસ્વપ્ન જેવી રહી છે. ટીમ આ સિઝનમાં માત્ર બે મેચ જીતી શકી છે. આ સિવાય ટીમના ઈજાગ્રસ્ત ખેલાડીઓની યાદી સતત વધી રહી છે. ત્યારે હવે આ યાદીમાં ઉમેરા સાથે પંજાબ સામેની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના નામે વધુ એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે.


ચેન્નાઈ સુપર કિંગ્સના નામે નોંધાયો આ રેકોર્ડઃ
IPL 2022ની સિઝન દરમિયાન ચેન્નાઈની ફિલ્ડિંગ ખાસ સારી નથી જોવા મળી. ખરાબ ફિલ્ડિંગનું નુકસાન ટીમને સતત થઈ રહ્યું છે. ત્યારે આજે ચેન્નાઈના નામે આ સિઝનમાં સૌથી વધુ કેચ છોડવાનો રેકોર્ડ નોંધાયો છે. ચેન્નાઈએ આ સિઝનમાં અત્યાર સુધીમાં 11 કેચ છોડ્યા છે. જેની અસર મેચના પરિણામ પર સતત પડી રહી છે.


ઈજાગ્રસ્ત થયો મોઈન અલીઃ
મોઈન અલીને પ્રેક્ટિસ સેશન દરમિયાન આ ઈજા પહોંચી હતી. અહેવાલો અનુસાર, તેના પગની ઘૂંટીમાં ઈજા થઈ છે. જેના કારણે તે આગામી મેચોમાં ટીમનો ભાગ બની શકશે નહીં. મોઈન અલી અગાઉ મુંબઈ સામે પણ મેચ રમી શક્યો ન હતો. આ સિવાય પંજાબ સામેની મેચમાં પણ તેને ટીમમાં સામેલ કરવામાં નથી આવ્યો.


પંજાબ સામે ટોસ જીત્યોઃ
અગાઉ, વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી IPL 2022ની 38મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. PBKS અત્યાર સુધીમાં સાત મેચ રમી છે, જેમાં ચારમાં હાર અને ત્રણમાં જીત થઈ છે, જ્યારે ચેન્નાઈએ પણ સાત મેચ રમી છે, જેમાં બે જીતી છે અને પાંચ મેચ હારી છે.


ચેન્નાઈ પ્લેઈંગ ઈલેવન: રુતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા (C), એમએસ ધોની (WK), ડ્વેન પ્રેટોરિયસ, ડ્વેન બ્રાવો, મિશેલ સેન્ટનર, મહેશ તિક્ષાના, મુકેશ ચૌધરી


પંજાબની પ્લેઈંગ ઈલેવન:  મયંક અગ્રવાલ (c), શિખર ધવન, જોની બેરસ્ટો, ભાનુકા રાજપક્ષે, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (wk), ઋષિ ધવન, કાગીસો રબાડા, રાહુલ ચહર, સંદીપ શર્મા, અર્શદીપ સિંહ