CSK vs RCB: ગઇરાત્રે આઇપીએલ 2023માં વિરાટ અને ધોની આમને સામને હતા, એકબાજુ રૉયલ ચેલેન્જર્સ બેંગલૉરની ટીમ હતી, તો બીજીબાજુ ચેન્નાઈ સુપર કિંગ્સ હતી. આ મેચ ખુબ જ રોમાંચક મૉડ પર આવી અને અંતે આરસીબીની હાર થઇ હતી. આ હાર બાદ વિરાટ એન્ડ કંપનીની જબરદસ્ત ટ્રૉલિંગ થઇ હતી. ફેન્સે સોશ્યલ મીડિયા પર વિરાટ એન્ડ કંપનીની જોરદાર રીતે મજાક ઉડાવી હતી. કેમ કે આ મેચ આરસીબી તેના હૉમ ગ્રાઉન્ડ પર રમી રહી હતી અને અંતે હારનો સામનો કરવો પડ્યો હતો. જુઓ અહીં ધોની જીત અને વિરાટની હાર બાદ કેવા કેવા મીમ્સનો થયો વરસાદ....


આઈપીએલમાં આરસીબીની ટીમ પહેલાથી જ ઘણી મજબૂત દેખાઇ રહી છે, જોકે, તેમ છતાં હજુ સુધી તેની પાસે એકપણ આઇપીએલ ખિતાબ નથી આવ્યો. આ વખતે પણ ટીમમાં એકથી એક ચઢિયાતા અને મેચ વિનર ખેલાડીઓ છે, પરંતુ આ ટીમ જીતની નિયમિતતા જાળવી શકતી નથી. આરસીબીએ એક મેચ જીતી અને બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો. આરસીબી આ સિઝનમાં તેની પાંચમાંથી ત્રણ મેચ હારી છે. આ વખતે ચેન્નાઈ સુપર કિંગ્સે તેને હરાવી છે. 


મેચની વાત કરીએ તો....
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમે 6 વિકેટ ગુમાવીને નિર્ધારિત 20 ઓવરના અંતે 226 રનનો વિશાળ સ્કૉર ખડકી દીધો હતો. જેના જવાબમાં RCBની ટીમને એક સમયે 8 ઓવરમાં 86 રનની જરૂર હતી. અને જીતના પુરેપુરા ચાન્સ પણ હતા. જોકે અહીંથી વિકેટોનુ પતન શરૂ થયુ અને RCB 8 રનથી આ મેચ હારી ગયું. મીમ્સ જુઓ...