Daryl Mitchell: આજે દુબઇમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝન 2024 માટે મિની ઓક્શન યોજાઇ રહી છે, આ ઓક્શનમાં કેટલાક ખેલાડીઓ પર દાંવ લાગી રહ્યાં છે, પરંતુ આ બધાની વચ્ચે ન્યૂઝીલેન્ડના ડેરીલ મિશેલને લૉટરી લાગી છે. ડેરિલ મિશેલ પર કરોડો રૂપિયાનો વરસાદ થયો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે ડેરીલ મિશેલને 14 કરોડ રૂપિયાનું ઈનામ આપીને આઈપીએલ 2024 માટે યોજાઈ રહેલી હરાજીમાં પોતાનો હિસ્સો બનાવ્યો છે. મિશેલની બેઝ પ્રાઇસ 1 કરોડ રૂપિયા હતી, પરંતુ તેને 14 ગણી વધુ કિંમતે ખરીદવામાં આવ્યો હતો. પહેલા દિલ્હી અને પંજાબે મિશેલ માટે બોલી લગાવી, પરંતુ ભાવ વધતાં દિલ્હીની ટીમે પીછેહઠ કરી અને પછી ચેન્નાઈએ પ્રવેશ કર્યો અને જીત મેળવી.
પેટ કમિન્સ બન્યો આઇપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી,સનરાઇઝર્સ હૈદરાબાદે 20 કરોડથી વધુમાં ખરીદ્યો
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ઈતિહાસ રચ્યો હતો. કમિન્સ આઇપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે કમિન્સને 20.50 કરોડ રૂપિયામાં પોતાની ટીમનો ભાગ બનાવ્યો છે. કમિન્સે સેમ કુરનનો રેકોર્ડ તોડ્યો છે, જે અગાઉ IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી હતો. કમિન્સની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે તેના માટે બોલી લાગી હતી. અંતે સનરાઇઝર્સનો વિજય થયો હતો.
સનરાઈડર્સ હૈદરાબાદની સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પણ કમિન્સ માટે બોલી લગાવી હતી. પરંતુ અંતે સનરાઈઝર્સ હૈદરાબાદનો વિજય થયો હતો. હૈદરાબાદે આઈપીએલના સૌથી મોંઘા ખેલાડીને ખરીદવાનો રેકોર્ડ બનાવ્યો. તાજેતરમાં ભારતની ધરતી પર રમાયેલા વન-ડે વર્લ્ડ કપમાં પેટ કમિન્સે તેની કેપ્ટનશિપ હેઠળ ઓસ્ટ્રેલિયાને ચેમ્પિયન બનાવ્યું હતું. કમિન્સ પર પહેલી બોલી ચેન્નાઈની ટીમે લગાવી હતી, પરંતુ 7.60 કરોડ રૂપિયાની બોલી બાદ ચેન્નઈની ટીમ બહાર થઈ ગઈ હતી.
પોવેલની બેઝ પ્રાઇઝ 1 કરોડ રૂપિયા હતી. તેને રાજસ્થાન રોયલ્સે 7.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી. તેને સનરાઇઝર્સ હૈદરાબાદે 6.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝીને મુંબઈ ઈન્ડિયન્સે 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી. ચેન્નઈ સુપર કિંગ્સે તેના પૂર્વ ખેલાડી શાર્દુલ ઠાકુરને 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી. ઇંગ્લેન્ડના યુવા બેટ્સમેન હેરી બ્રુકને દિલ્હી કેપિટલ્સે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી. ન્યુઝીલેન્ડના ઓલરાઉન્ડર રચિન રવિન્દ્રને ચેન્નઈ સુપર કિંગ્સે 1.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા હતી.