IPL Auction 2024: આજે 19 ડિસેમ્બરે, ઇન્ડિયન પ્રીમિયર લીગ, IPLની મિની ઓક્શન યોજાવાની છે. ઇતિહાસમાં પ્રથમવાર આઈપીએલની હરાજી વિદેશી ધરતી પર યોજાઈ રહી છે. આ વખતે દુબઈમાં આઈપીએલની હરાજીનું આયોજન થઇ રહ્યું છે. આ હરાજીમાં કુલ 333 ખેલાડીઓ ભાગ લઇ રહ્યાં છે. આઈપીએલની હરાજીમાં કેટલાય મોટા નામો પર નજર રહેશે, પરંતુ ઉભરતા સ્ટાર્સ રચીન રવિન્દ્ર અને અઝમતુલ્લા ઉમરાઝાઈ પર રૂપિયાનો વરસાદ થઈ શકે છે. આ ખેલાડીઓએ તાજેતરમાં વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. અહીં અમે તમને બતાવી રહ્યાં છીએ કે આજના મિની ઓક્શનમાં કઇ ટીમ ફ્રેન્ચાઇઝી પાસે કેટલા કરોડનુ ફન્ડ અવેલેબલ છે....


પ્રથમ વખત આઈપીએલની હરાજી ભારતની બહાર વિદેશની ધરતી પર યોજાઈ રહી છે. મંગળવારે દુબઈના કોકાકોલા એરેના ખાતે હરાજી યોજાવાની છે.


ખેલાડીઓને રિલીઝ કર્યા બાદ ટીમોની પાસે કેટલા રૂપિયા -


RCB - 40.75 કરોડ
SRH - 34 કરોડ
KKR - 32.7 કરોડ
CSK - 31.4 કરોડ
PBKS - 29.1 કરોડ
DC - 28.95 કરોડ
MI - 15.25 કરોડ
RR - 14.5 કરોડ
LSG - 13.9 કરોડ
GT - 13.85 કરોડ


રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે 40.75 કરોડનું પર્સ છે. ખરેખરમાં, આ ટીમે 11 ખેલાડીઓને મુક્ત કર્યા હતા. તેમાં જૉશ હેઝલવુડ, વાનિંદુ હસરંગા, હર્ષલ પટેલ, ફિન એલન, માઈકલ બ્રેસવેલ, ડેવિડ વિલી, વેઈન પાર્નેલ, સોનુ યાદવ, અવિનાશસિંહ, સિદ્ધાર્થ કૌલ અને કેદાર જાધવનો સમાવેશ થાય છે. તે જ સમયે, આ પછી સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે 34 કરોડ રૂપિયા છે. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ 32.7 કરોડના પર્સ સાથે હરાજીમાં ઉતરશે. ચેન્નાઈ સુપર કિંગ્સ, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સનું પર્સ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ પાસે અનુક્રમે 31.4 કરોડ, 29.1 કરોડ, 28.95 કરોડ અને 15.25 કરોડ બાકી છે. આ ઉપરાંત રાજસ્થાન રોયલ્સ પાસે 14.5 કરોડ રૂપિયાનું પર્સ છે.


આઇપીએલ ઓક્શન લાઇવ કઇ રીતે જોશો ?


ભારતીય ચાહકો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર IPL હરાજીનું જીવંત પ્રસારણ જોઈ શકે છે. જો કે, તમે Disney Plus Hotstar પર IPL ઓક્શનનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશો નહીં. ખરેખર, ચાહકો Jio સિનેમા એપ પર હરાજીની લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે. આ ઉપરાંત Jio સિનેમાની વેબસાઈટ પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકાશે. ભારતીય સમય અનુસાર બપોરે 1 વાગ્યે હરાજી શરૂ થશે.