રાજસ્થાન રોયલ્સ સામેની જીત બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના ખેલાડીઓ વિજય ગીત ગાતા જોવા મળ્યા હતા. હવે એવી માહિતી મળી છે કે, આ ગીત RCB ટીમના ફાસ્ટ બોલર ડેવિડ વિલીએ લખ્યું છે અને તેને આ ગીત લખવાની જવાબદારી ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે આપી હતી. આરસીબીએ આ માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે.


આ માહિતીની સાથે RCBએ આ વિજય ગીતના સંપૂર્ણ મેકિંગનો વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વિલીનું ગીત લખ્યા બાદ વિરાટ કોહલી, ડુપ્લેસીસ, દિનેશ કાર્તિક અને ગ્લેન મેક્સવેલ આ ગીતને લયબદ્ધ રીતે ગાવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અંતે, બધા મળીને નક્કી કરે છે કે આ ગીત કેવી રીતે ગાઈ શકાય. RCBની ટીમ મીટિંગમાં ડુપ્લેસિસે બાકીના ખેલાડીઓને આ ગીતના મેકિંગનો વીડિયો પણ બતાવ્યો. આ પછી આ તમામ ખેલાડીઓ જમતી વખતે આ ગીત ગાતા જોવા મળે છે. આ દ્રશ્ય રાજસ્થાન રોયલ્સ સામે બેંગલોરે જીત મેળવ્યા પછીનું છે.






IPL 2022માં RCBની સારી શરૂઆતઃ
આરસીબીએ આ વખતે આઈપીએલની શરૂઆત સારી રીતે કરી છે. ટીમે તેની ત્રણમાંથી બે મેચ જીતી છે. જો કે આરસીબીએ તેની પ્રથમ મેચમાં 200 થી વધુ રન બનાવ્યા હોવા છતાં પંજાબ કિંગ્સના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તે પછી ટીમે સારું પ્રદર્શન કરતાં KKR અને રાજસ્થાન રોયલ્સને હરાવીને ફરી જીતના પાટા પર આવી ગઈ છે.