DC vs CSK Live Score: ચેન્નઇ સુપરકિંગ્સ પ્લે ઓફમાં પહોંચનારી બીજી ટીમ બની, દિલ્હી કેપિટલ્સને 77 રનથી હરાવ્યું

આજે ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023માં બે મેચ રમાશે. પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો આમને-સામને થશે.

gujarati.abplive.com Last Updated: 20 May 2023 07:25 PM
ચેન્નઈએ દિલ્હીને હરાવ્યું

ચેન્નઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 77 રનથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈની ટીમે ત્રણ વિકેટે 223 રન બનાવ્યા હતા. ડેવોન કોનવેએ 87 અને ઋતુરાજ ગાયકવાડે 79 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હીની ટીમ 146 રન જ બનાવી શકી હતી. ચેન્નઈ તરફથી દીપક ચહરે ત્રણ બોલ સાથે ત્રણ વિકેટ લીધી હતી. મતિષા પથિરાના અને મહેશ તિક્ષ્ણાએ બે-બે વિકેટ લીધી હતી. કેપ્ટન વોર્નરે 86 રન બનાવ્યા હતા.


આ જીત સાથે ચેન્નઈ પ્લેઓફમાં પહોંચનારી બીજી ટીમ બની ગઈ છે. ચેન્નઈએ લીગ તબક્કામાં 17 પોઈન્ટ મેળવ્યા છે. હવે આ ટીમ બીજા કે ત્રીજા સ્થાને રહીને પ્લેઓફમાં આગામી મેચ રમશે. હવે ચેન્નઈના ખેલાડીઓ પ્રાર્થના કરશે કે લખનઉ તેમની છેલ્લી મેચ હારી જાય. આ સ્થિતિમાં ચેન્નઈ બીજા સ્થાને રહીને પ્રથમ ક્વોલિફાયર રમશે અને આ ટીમને ફાઇનલમાં પહોંચવાની બે તક મળશે.





દિલ્હીએ ત્રીજી વિકેટ ગુમાવી દીધી છે

દિલ્હીએ ત્રીજી વિકેટ ગુમાવી દીધી છે. દિલ્હીની ટીમની ત્રીજી વિકેટ 26 રનના સ્કોર પર પડી હતી.  રિલે રુસો ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થયો હતો. દીપક ચહરે એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી.

ચેન્નઈએ 223 રન બનાવ્યા

પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે ત્રણ વિકેટ ગુમાવીને 223 રન બનાવ્યા હતા. ચેન્નઈ તરફથી ઓપનર ઋતુરાજ ગાયકવાડે 79 અને ડેવોન કોનવેએ 87 રન બનાવ્યા હતા. અંતમાં શિવમ દુબેએ 22 અને રવિન્દ્ર જાડેજાએ 20 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી. દિલ્હી તરફથી ખલીલ અહેમદ, એનરિચ નોર્ખિયા અને ચેતન સાકરિયાએ એક-એક વિકેટ લીધી હતી. દિલ્હીની ટીમ માટે 224 રનના લક્ષ્યનો પીછો કરવો મુશ્કેલ બનશે.

ચેન્નઈએ ત્રીજી વિકેટ ગુમાવી

ચેન્નઈની ટીમની ત્રીજી વિકેટ 195 રનના સ્કોર પર પડી છે. ડેવોન કોનવે 87 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં 11 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. 

ચેન્નઇએ ગુમાવી પ્રથમ વિકેટ

ચેન્નઈ સુપર કિંગ્સની પ્રથમ વિકેટ 141 રનના સ્કોર પર પડી હતી. ઋતુરાજ ગાયકવાડ 50 બોલમાં 79 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા. 

ઋતુરાજ અને કોનવે વચ્ચે સદીની ભાગીદારી

ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે વચ્ચે સદીની ભાગીદારી થઇ છે.  બંનેએ પ્રથમ વિકેટ માટે સદીની ભાગીદારી કરીને ચેન્નઈને વધુ સારી સ્થિતિમાં પહોંચાડી દીધું છે. ખાસ કરીને ગાયકવાડ અડધી સદી ફટકાર્યા બાદ આક્રમક રીતે રમી રહ્યો છે. 12 ઓવર પછી ચેન્નઈનો સ્કોર એક પણ વિકેટ ગુમાવ્યા વિના 117 રન છે.

ચેન્નઈની સારી શરૂઆત

પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈ સુપર કિંગ્સે શાનદાર શરૂઆત કરી હતી. ગાયકવાડ અને કોનવેની જોડીએ ટીમને સારી શરૂઆત અપાવી છે.  પાવરપ્લેમાં ચેન્નઈએ એકપણ વિકેટ ગુમાવ્યા વિના 50થી વધુ રન બનાવ્યા છે. બંને બેટ્સમેન ધીરે ધીરે પોતાની અડધી સદી તરફ આગળ વધી રહ્યા છે. આઠ ઓવર પછી ચેન્નઈનો સ્કોર એક પણ વિકેટ ગુમાવ્યા વિના 66 રન છે

જાણો બંન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન

ચેન્નઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હીએ આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કર્યો છે.





બ્રેકગ્રાઉન્ડ

DC vs CSK, IPL 2023 Match 67, Delhi Capitals vs Chennai Super Kings:  આજે ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023માં બે મેચ રમાશે. પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો આમને-સામને થશે. આ મેચ દિલ્હીના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ સીઝનમાં બંને ટીમો બીજી વખત આમને-સામને થશે. આ પહેલા ચેન્નઈના હોમ ગ્રાઉન્ડ પર જ્યારે આ બંને ટીમો આમને-સામને હતી ત્યારે ચેન્નઈ સુપર કિંગ્સનો વિજય થયો હતો.


ચેન્નઈ સુપર કિંગ્સ માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં, ચેન્નઈની ટીમ 15 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જોકે, સીધી પ્લેઓફમાં પહોંચવા માટે એમએસ ધોનીની ટીમ માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે. બીજી તરફ જો ચેન્નઈની ટીમ આ મેચ હારી જશે તો તે પ્લેઓફની રેસમાંથી બહાર નહીં થાય. પરંતુ તેણે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. બીજી તરફ દિલ્હી કેપિટલ્સની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.


ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો અત્યાર સુધીમાં 28 વખત ટકરાયા છે. આ દરમિયાન ચેન્નઈએ 18 મેચ જીતી છે. દિલ્હીએ માત્ર 10 મેચમાં જ જીત મેળવી છે. ચેન્નઈ અને દિલ્હી વચ્ચે એમએસ ધોનીની ટીમનો દબદબો છે. આ મેચ રોમાંચક રહેવાની આશા છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.