DC vs LSG: દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ IPL 2025 માં તેમના અભિયાનની શરૂઆત કરવા માટે તૈયાર છે. નવા કેપ્ટન અને નવી ટીમ સાથે દિલ્હી અને લખનઉ 24 માર્ચે વિશાખાપટ્ટનમમાં સામસામે ટકરાશે. આ મેચમાં બંને ટીમોની નજર ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની નવી સિઝનની જીત સાથે શરૂ કરવા પર હશે. આ વખતે ઋષભ પંત લખનઉની ટીમની કપ્તાની સંભાળી રહ્યો છે. તેને લખનઉએ મેગા ઓક્શનમાં રેકોર્ડ 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.


બીજી તરફ, આ વખતે કેએલ રાહુલ લખનઉની જગ્યાએ દિલ્હી કેપિટલ્સમાં રમતો જોવા મળશે. આ સિઝનમાં દિલ્હીની ટીમની કમાન ઓલરાઉન્ડર અક્ષર પટેલના હાથમાં છે, પરંતુ કેએલ રાહુલ બેટિંગમાં મહત્વની ભૂમિકા ભજવશે. દિલ્હીની ટીમ પાસે અનુભવી બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસ પણ છે, જે ગત સિઝન સુધી આરસીબીની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. આ વખતે દિલ્હીની ટીમે તેને વાઈસ કેપ્ટન બનાવ્યો છે. દિલ્હીની ટીમ ઘણી મજબૂત દેખાઈ રહી છે. ટીમમાં વિદેશી અને સ્થાનિક ખેલાડીઓનું સારું સંયોજન છે.


LSG માં સ્ટાર બોલરોની ખોટ પડશે 


લખનઉનીટીમમાં ઋષભ પંત, ડેવિડ મિલર, એડન માર્કરામ અને નિકોલસ પૂરન જેવા મજબૂત બેટ્સમેન છે પરંતુ ટીમની સાચી સમસ્યા બોલિંગની છે. મોહસીન ખાન, અવેશ ખાન, આકાશ દીપ અને મયંક યાદવ જેવા સ્ટાર બોલરો ઈજાઓથી ઝઝૂમી રહ્યા છે. આવી સ્થિતિમાં પંતે તેના બોલરો કરતાં તેના બેટ્સમેનો પર વધુ નિર્ભર રહેવું પડશે. ચાલો જાણીએ બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન વિશે.


બંને ટીમો નીચે મુજબ છે


દિલ્હી કેપિટલ્સ: અક્ષર પટેલ (કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), જેક ફ્રેઝર-મૈકગર્ક, કરુણ નાયર, ફાફ ડુ પ્લેસિસ, ડોનોવન ફરેરા, અભિષેક પોરેલ (વિકેટકીપર), ટ્રીસ્ટન સ્ટબ્સ (વિકેટકીપર), સમીર રિઝવી, આશુતોષ શર્મા, દર્શન નાલકંડે, વિપ્રજ નિગમ, અજય મંડલ, મનવંત કુમાર,ત્રિપુરાના વિજય, માધવ તિવારી, મિશેલ સ્ટાર્ક, ટી નટરાજન, મોહિત શર્મા, મુકેશ કુમાર, દુષ્મંથા ચમીરા, કુલદીપ યાદવ.


લખનઉ સુપર જાયન્ટ્સ: ઋષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), ડેવિડ મિલર, એડન માર્કરામ, આર્યન જુયલ, હિંમત સિંહ, મેથ્યુ બ્રીટ્જકે, નિકોલસ પૂરન (વિકેટકીપર), મિચેલ માર્શ, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, યુવરાજ ચૌધરી, રાજવર્ધન હંગરગેકર, અર્શિન કુલકર્ણી, આયુષ બદોની, આવેશ ખાન, આકાશદીપ, એમ સિદ્ધાર્થ,  દિગ્વેશ સિંહ , આકાશ સિંહ , શમર જોસેફ, પ્રિન્સ યાદવ, મયંક યાદવ, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ.


DC vs LSG, IPL 2025: સંભવિત પ્લેઈંગ ઈલેવન


દિલ્હી કેપિટલ્સ: જેક ફ્રેઝર-મૈકગર્ક, ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ, કેએલ રાહુલ (વિકેટકીપર)/કરુણ નાયર, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), આશુતોષ શર્મા, મોહિત શર્મા, કુલદીપ યાદવ, મિશેલ સ્ટાર્ક, ટી નટરાજન. ઈમ્પેક્ટ પ્લેયર: મુકેશ કુમાર.


લખનઉ સુપર જાયન્ટ્સ: યુવરાજ ચૌધરી, મિચેલ માર્શ, ઋષભ પંત (કેપ્ટન, વિકેટકીપર), નિકોલસ પૂરન, આયુષ બદોની, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ, શમર જોસેફ. ઈમ્પેક્ટ પ્લેયરઃ પ્રિન્સ યાદવ.