DC vs LSG Score : રોમાંચક મુકાબલામાં દિલ્હીએ લખનઉને 19 રને હરાવ્યું

દિલ્હી અને લખનઉના 12-12 પોઈન્ટ છે. હવે પ્લેઓફમાં પહોંચવાની આશા જાળવી રાખવા માટે આ મેચ કોઈપણ ભોગે જીતવી પડશે.

gujarati.abplive.com Last Updated: 14 May 2024 11:35 PM
દિલ્હીની 19 રને જીત

IPL 2024ની 64મી મેચમાં દિલ્હી કેપિટલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 19 રનથી હરાવ્યું. આ જીત સાથે દિલ્હીની ટીમ હજુ પણ પ્લેઓફની રેસમાં છે. આ સાથે જ દિલ્હીની જીતનો ફાયદો રાજસ્થાન રોયલ્સને થયો હતો. રાજસ્થાનની ટીમ પ્લેઓફમાં પહોંચી ગઈ છે. તેના 16 પોઈન્ટ છે. ચેન્નાઈના 13 મેચમાં 14 પોઈન્ટ છે અને સનરાઈઝર્સ હૈદરાબાદના 12 મેચમાં 14 પોઈન્ટ છે. આ સિવાય અન્ય કોઈ ટીમ 14 પોઈન્ટથી વધુ સ્કોર કરી શકશે નહીં.

DC vs LSG Live: હુડ્ડા પણ આઉટ

લખનઉની ટીમને પાંચમી ઓવરમાં ચોથો ઝટકો લાગ્યો હતો. રાહુલ અને ડી કોક બાદ ઈશાંત શર્માએ દીપક હુડાને પણ પેવેલિયન મોકલ્યો હતો. હુડ્ડા ખાતું પણ ખોલાવી શક્યા નહી. આ સિવાય અક્ષર પટેલે માર્કસ સ્ટોઈનિસને આઉટ કર્યો હતો. હાલમાં નિકોલસ પુરન અને આયુષ બદોની ક્રિઝ પર છે. પાંચ ઓવર પછી લખનઉનો સ્કોર ચાર વિકેટે 48 રન છે.

દિલ્હીએ 208 રન બનાવ્યા હતા

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 209 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. દિલ્હીએ 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. ટ્રિસ્ટન સ્ટબ્સે 25 બોલમાં 57 રનની અણનમ ઇનિંગ રમી હતી.  અભિષેક પોરેલે 33 બોલમાં 58 રન બનાવ્યા હતા. લખનઉ તરફથી નવીન ઉલ હકે સૌથી વધુ બે વિકેટ લીધી હતી. 

DC vs LSG Live: દિલ્હીને ત્રીજો ફટકો

દિલ્હીને ત્રીજો ઝટકો 12મી ઓવરમાં 111ના સ્કોર પર લાગ્યો હતો. અભિષેક પોરેલ 33 બોલમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 58 રન બનાવીને આઉટ થયો હતો.  હાલમાં કેપ્ટન ઋષભ પંત અને ટ્રિસ્ટન સ્ટબ્સ ક્રિઝ પર છે.

DC vs LSG Live:  શાઈ હોપ આઉટ

નવમી ઓવરમાં 94 રનના સ્કોર પર દિલ્હીને બીજો ઝટકો લાગ્યો હતો. શાઈ હોપ 27 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 38 રન બનાવીને આઉટ થયો હતો. તેણે અભિષેક પોરેલ સાથે બીજી વિકેટ માટે 49 બોલમાં 92 રનની ભાગીદારી કરી હતી. 

DC vs LSG LIVE : પોરેલ-હોપ વચ્ચે અડધી સદીની ભાગીદારી 

દિલ્હીના દાવની 5 ઓવર પૂરી થઈ ગઈ છે. ટીમે 1 વિકેટ ગુમાવીને 56 રન બનાવી લીધા છે. શાઈ હોપ અને અભિષેક પોરેલ વચ્ચે અડધી સદીની ભાગીદારી પૂર્ણ થઈ હતી. પોરેલ 27 રન બનાવીને રમી રહ્યો છે. હોપ 25 રન બનાવીને રમી રહ્યો છે.

DC vs LSG Live: દિલ્હીને પહેલો ફટકો

દિલ્હીને પ્રથમ  ઓવરમાં પહેલો ફટકો લાગ્યો હતો. ટૂર્નામેન્ટમાં શાનદાર બેટિંગ કરનાર જેક ફ્રેઝર મેકગર્ક પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહોતો. 

DC vs LSG Live Score: દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવન

દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવન: અભિષેક પોરેલ, જેક ફ્રેઝર-મેકગર્ક, શાઈ હોપ, રિષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, ગુલબદિન નૈબ, રસિક દાર સલામ, મુકેશ કુમાર, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ.

DC vs LSG Live Score: લખનઉ સુપર જાયન્ટ્સની પ્લેઇંગ ઇલેવન 

લખનઉ સુપર જાયન્ટ્સની પ્લેઈંગ ઈલેવન: કેએલ રાહુલ (વિકેટકીપર/કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, માર્કસ સ્ટોઈનિસ, દીપક હુડા, નિકોલસ પૂરણ, કૃણાલ પંડ્યા, યુદ્ધવીર સિંહ ચરક, અરશદ ખાન, રવિ બિશ્નોઈ, નવીન-ઉલ-હક, મોહસિન ખાન. 

DC vs LSG લાઈવ સ્કોર: લખનઉએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

લખનઉ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે. લખનઉ અને દિલ્હીએ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યા છે.

બ્રેકગ્રાઉન્ડ

DC vs LSG Score Live Updates: મંગળવારે સાંજે દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે. આ મેચ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. IPL 2024ની 64મી મેચ બંને ટીમો માટે મહત્વની રહેશે. દિલ્હી અને લખનઉના 12-12 પોઈન્ટ છે. હવે પ્લેઓફમાં પહોંચવાની આશા જાળવી રાખવા માટે આ મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. દિલ્હી પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. લખનઉ સાતમા નંબરે છે. ટીમ આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે.


રિષભ પંતની કપ્તાનીવાળી ટીમ દિલ્હી કેપિટલ્સના હોમ ગ્રાઉન્ડ પર મેચ રમશે. તેણે આ સિઝનમાં 13 મેચ રમી છે. આ દરમિયાન તેણે 6 મેચ જીતી છે. તેને 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પ્લેઓફમાં પહોંચવાની દિલ્હીની આશા જીવંત રાખવા માટે આ મેચ કોઈપણ ભોગે જીતવી આવશ્યક છે. આ દિલ્હીની છેલ્લી લીગ મેચ હશે. તેને લખનઉ તરફથી આકરા પડકારનો સામનો કરવો પડશે. 


કેએલ રાહુલની ટીમ લખનઉને છેલ્લી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તેને હૈદરાબાદે 10 વિકેટે હરાવ્યું હતું. લખનઉને દિલ્હી સામેની છેલ્લી મેચમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. તેના માટે પ્લેઓફનો રસ્તો આસાન નહીં હોય. લખનઉએ આ સિઝનમાં 12 મેચ રમી છે અને 6માં જીત મેળવી છે. તેના પણ 12 પોઈન્ટ છે. કેએલ રાહુલ પાસે આ મેચમાં ખાસ રેકોર્ડ બનાવવાની તક હશે. તે આ સિઝનમાં 500 રનની ક્લબમાં સામેલ થઈ શકે છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.