DC-W vs MI-W Final WPL 2023: વૂમન્સ પ્રીમિયર લીગ પોતાના છેલ્લા તબક્કામાં છે, આજે ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ રમાઇ રહી છે, આજે ખિતાબ માટે મુંબઇ ઇન્ડિયન્સની ટક્કર દિલ્હી કેપિટલ્સ સામે થવાની છે. આજે 26 માર્ચે રવિવારે સાંજે મુંબઇના બ્રેબૉર્ન સ્ટેડિયમમાં આ મેચ રમાશે. જોવાનું એ રહેશે કે વૂમન્સ પ્રીમિયર લીગની પહેલી સિઝનમાં કોણ ચેમ્પીયન બને છે.
ભારતીય કેપ્ટનની સામે હશે ઓસ્ટ્રેલિયન કેપ્ટનનો પડકાર -
આઇપીએલ 2008માં મહેન્દ્ર સિંહ ધોની ચેન્નાઇ સુપર કિંગ્સની કમાન સંભાળી રહ્યો હતો, વળી, પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન શેન વૉર્ન રાજસ્થાન રૉયલ્સનો કેપ્ટન હતો. વૂમન્સ પ્રીમિયર લીગના ફાઇનલમાં જગ્યા બનાવનારી મુંબઇ ઇન્ડિયન્સની કમાન હરમન પ્રીત કૌર સંભાળી રહી છે, અને ઓસ્ટ્રેલિયન ખેલાડી મેગ લેનિંગ દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરી રહી છે. હાલના સમયમાં હરમન પ્રીત કૌર ટીમ ભારતીય મહિલા ટીમની કેપ્ટન છે, અને મેગ લેનિંગ ઓસ્ટ્રેલિયન મહિલા ટીમની કેપ્ટન છે. આવામાં ફાઇનલ મેચમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરની સામે ઓસ્ટ્રેલિયન કેપ્ટનનો પડકાર રહેશે.
વૂમન્સ પ્રીમિયર લીગમાં અત્યાર સુધી શાનદાર રહી કેપ્ટનશીપ -
ડબલ્યૂપીએલમાં અત્યાર સુધી હરમનપ્રીત કૌર અને મેગ લેનિંગ તરફથી શાનદાર કેપ્ટનશીપ જોવા મળી છે. બન્ને ટીમોએ લીગ સ્ટેજમાં 8 માંથી 6-6 મેચ જીતી, પરંતુ નેટ રનરેટના કારણે દિલ્હી અવ્વલ નંબર પર રહી અને ટીમે ડાયરેક્ટ ફાઇનલ માટે ક્વૉલિફાય કરી લીધુ. બીજીબાજુ, મુંબઇ ઇન્ડિયન્સને યૂપી વૉરિયર્સ વિરુદ્ધ એલિમિનેટર મેચમાં રમવુ પડ્યુ હતુ. એલિમિનેટર મેચમાં મુંબઇએ 72 રનોથી શાનદાર જીત નોંધાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. બન્ને ટીમો ટક્કરની છે, આવામાં ખિતાબી મેચ ખુબ દિલચસ્પ રહેશે.
મુંબઇ ઇન્ડિયન્સની ફૂલ સ્ક્વૉડ -
ધાર ગુર્જર, અમનજોત કૌર, અમેલિયા કેર, ચ્લૉઇ ટ્રાયૉન, હરમનપ્રીત કૌર, હેલે મેથ્યૂઝ, હીથર ગ્રાહમ, હુમાયરા કાજી, ઇસ્સી વૉન્ગ, જિન્તિમની કલિતા, નેટ સીવર બ્રન્ટ, નીલમ બિષ્ટ, પૂજા વસ્ત્રાકર, પ્રિયંકા બાલા, યાસ્તિકા ભાટિયા, સાયકા ઇશાક, સોનમ મુકેશ યાદવ.