Bangladeshi Players, IPL 2023: આઇપીએલ 2023 ની શરૂઆત પહેલા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડની કેટલીક હરકતો બીસીસીઆઇ અને આઇપીએલ ફ્રેન્ચાઇઝીને પસંદ નથી આવી, આવામાં આઇપીએલ 2024 એટલે કે આગામી સિઝનમાં આ બન્ને દેશના ખેલાડીઓને બેન કરી દેવામાં આવશે, ખરેખરમાં, બન્ને દેશોએ આઇપીએલની વચ્ચે પોતાની દ્વીપક્ષીય સીરીઝ રાખી છે, જેના કારણે આઇપીએલ ટીમનો ભાગ રહેનારા કેટલાક ખેલાડીઓ થોડાક દિવસો સુધી ફ્રેન્ચાઇઝીથી દુર રહેશે.


આખી આઇપીએલમાં અવેલેબલ નહીં રહે આ ખેલાડી- 
આઇપીએલ 2023માં શાકિબ અલ હસન, લિટન દાસ, અને મુસ્તફિઝૂર રહેમાન સહિત ત્રણ બાંગ્લાદેશી ખેલાડીઓ જ સામેલ થશે, અને ત્રણેય ખેલાડીઓ 9 એપ્રિલથી 5 મે સુધી અને પછી 15 મેથી પોત પોતાની આઇપીએલ ટીમો માટે ઉપલબ્ધ રહેશે. આવામાં શ્રીલંકાના પણ ચારમાંથી ત્રણ ખેલાડીઓ 8 એપ્રિલ બાદથી આઇપીએલ માટે ઉપલબ્ધ થઇ જશે. આમાં વાનિન્દુ હસરંગા, મથીશા પથિરાના અને મહેશ તીક્ષણા અવેલેબલ છે. શ્રીલંકા 8 એપ્રિલ સુધી ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર રહેશે. 


'ભવિષ્યમાં બાંગ્લાદેશી ખેલાડીઓ વિશે બદલાઇ જશે વિચાર'
એક ફ્રેન્ચાઇઝીના અધિકારીએ ઇન્સાઇડ સ્પૉર્ટ્સ સાથે વાત કરતાં કહ્યું- જે છે તે છે, અમે ફરિયાદ નથી કરતી શકતા, કેમ કે આ બીસીસીઆઇ છે, જે અન્ય બૉર્ડની સાથે વાતચીત કરે છે, પરંતુ હાં, ફ્રેન્ચાઇઝી કેટલાક ખાસ દેશોના ખેલાડીઓ સિલેક્ટ કરવામાં સંદેહ કરશે, જો તમે જોશો તે તસ્કીન અહેમદને એનઓસી નથી મળી અને હવે આ. જો તે નથી ઇચ્છતા કે ખેલાડીઓ રમે તો તેને રજિસ્ટ્રેશન ના કરાવવું જોઇએ, ભવિષ્યમાં બાંગ્લાદેશ ખેલાડીઓ વિશે વિચાર બદલાઇ જશે.  


બાંગ્લાદેશ ક્રિકેટ બૉર્ડના અધ્યક્ષ નઝમૂલ હસન પાપોને લૉકલ મીડિયા સાથે વાત કરતાં કહ્યું- તમે જુઓ, મને આ મુદ્દા પર વારંવાર પુછવામાં આવ્યુ છે, અને મેં એક જ જવાબ આપ્યો છે. આઇપીએલ હરાજીમાં બોલાવતા પહેલા આઇપીએલ અધિકારીઓએ અમે ખેલાડીઓની ઉપલબ્ધતા વિશે પુછ્યુ, અને અમે તેમને શિડ્યૂલ આપ્યુ. એ જાણતા હોવા છતાં પણ તેઓ ઓક્શનની સાથે આગળ વધ્યા. મને લાગતુ બાંગ્લાદેશની મેચો માટે તેમની પાસે ઉપલબ્ધ હોવાનો તેમની પાસે કોઇ ઓપ્શન છે. એવુ નથી કે અમે તમને બતાવ્યુ હતુ કે અમે આના વિશે વિચારી શકીએ છીએ, પછી કોઇ સંદેહ હશે, અમે સ્પષ્ટ કરી દીધુ હતુ. ઇમાનદારીથી કહુ તો મને હ્રદય પરિવર્તનનો કોઇ મોકો દેખાતો નથી.  


ખેલાડીઓ ઉપર છે તમામ આધાર - 
આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખતા બીસીસીઆઇના એક સીનિયર અધિકારીએ ઇન્સાઇડસ્પૉર્ટ્સ સાથે વાત કરતાં કહ્યું- આ તમામ વસ્તુઓ હવે ખેલાડીઓ ઉપર છે કે તે પોતાના બૉર્ડને મનાવે, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને અન્ય મુખ્ય બૉર્ડે આ માટે રસ્તો કાઢી લીધો છે. કોઇપણ આઇપીએલની લોકપ્રિયતાને ઇનકાર નથી કરી શકતા, અને ખેલાડીઓને રિલીઝ કરવાથી બૉર્ડને પણ તેનો ભાગ મળે છે, પરંતુ તે અન્યથા નિર્ણય લે છે, તો આ તેમના પર છે.