DC-W vs MI-W Live: મુંબઇની વધુ એક શાનદાર જીત, દિલ્હીને 8 વિકેટે હરાવ્યુ
DC-W vs MI-W, WPL 2023 LIVE Score: બીસીસીઆઇ મહિલા પ્રીમિયર લીગની પહેલી સિઝનમાં આજે એક મહત્વની મેચ રમાઇ રહી છે,
મુંબઇ ઇન્ડિયન્સની વાત કરીએ...
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સની ટીમે શાનદાર બેટિંગ કરતાં ઓપનિંગમાં સારી શરૂઆત અપાવી હતી. ટીમની ઓપનર વિકેટકીપર બેટ્સમેન યાસ્તિકા ભાટિયાએ શાનદાર આક્રમક બેટિંગ કરતાં 32 બૉલમાં 8 ચોગ્ગાની મદદથી 41 રનની ઇનિંગ રમી હતી. આ સાથે હીલી મેથ્યૂઝે પણ શાનદાર બેટિંગ કરતાં 31 બૉલમાં 6 ચોગ્ગાની મદદથી 32 રન બનાવ્યા હતા. આ પછી નેટ સીવર બ્રન્ટ 23 રન અને કેપ્ટન હરમનપ્રીતે 11 રનની રમત રમીને ટીમને જીત સુધી પહોંચાડી દીધી હતી. જ્યારે ભારતીય ટીમની બૉલિંગમાં દમ જોવા ન હતુ મળ્યુ, ટીમ તરફથી માત્ર એલિસ કેપ્સી અને તારા નૉરિસને 1-1 વિકેટો મેળવવામાં સફળતા મળી હતી.
ભારતમાં રમાઇ રહેલી ટી20 લીગ ટૂર્નામેન્ટ વૂમન્સ પ્રીમિયર લીગમાં આજે મુંબઇ ઇન્ડિયન્સનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે થયો હતો, જેમાં ફરી એકવાર મુંબઇની ટીમને શાનદાર જીત હાંસલ થઇ હતી. હરમનપ્રીત કૌરની આગેવાની વાળી મુંબઇ ઇન્ડિયન્સે મેગ લેનિંગની કેપ્ટનશીપ વાળી દિલ્હી કેપિટલ્સને 8 વિકેટથી હરાવી દીધુ છે. મેચમાં મેગ લેનિંગે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જેમાં તેમની ટીમ માત્ર 18 ઓવરની રમત રમીને ઓલઆઉટ થઇ ગઇ હતી. મેગ લેનિંગની ટીમે મુંબઇ ઇન્ડિયન્સને જીતવા માટે 106 રનોનો નજીવો ટાર્ગેટ આપ્યો હતો, જેને મુંબઇની ટીમે પાંચ ઓવર બાકી રહેતા 15 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. મુંબઇની ટીમે 18 ઓવરમાં 2 વિકેટના નુકશાને 109 રન બનાવીને જીત હાસંલ કરી લીધી હતી.
106 રનોના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સની બેટિંગ શરૂ થઇ ગઇ છે. હાલમાં ક્રિઝ પર વિકેટકીપર બેટ્સમેન યાસ્તિકા ભાટિયા અને હીલી મેથ્યૂ રમી રહ્યાં છે.
ટૉસ હારીને પ્રથમ બૉલિંગ કરવા મેદાનમાં ઉતરેલી મુંબઇની ટીમે શાનદાર બૉલિંગનુ પ્રદર્શન કર્યુ હતુ, હરમન પ્રીત કૌરની આગેવાની વાળી મુંબઇએ ધારદાર બૉલિંગ કરી. મુંબઇ તરફથી સાઇકા ઇશાક, ઇસી વૉન્ગ, અને હીલી મેથ્યૂઝે 3-3-3 વિકેટો ઝડપીને દિલ્હીને ઘૂંટણી પાડી દીધી હતી. આ ઉપરાંત પૂજા વસ્ત્રાકર એક વિકેટ ઝડપવામાં સફળ રહી હતી. આ સાથે મુંબઇની ટીમને દિલ્હી સામે જીતવા માટે માત્ર 106 રનોનો નાનો ટાર્ગેટ મળ્યો હતો. હાલમાં મુંબઇ ઇન્ડિયન્સ પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર છે, અને દિલ્હી બીજા નંબર પર છે.
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મેગ લેનિંગની ટીમ દિલ્હી કેપિટલ્સ નિર્ધારિત 20 ઓવરોની રમત પણ પૂર્ણ ના કરી શકી. દિલ્હીની ટીમે 18 ઓવરના અંતે માત્ર 105 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આ મેચમાં સૌથી વધુ રન કેપ્ટન મેગ લેનિંગે 43 રન બનાવ્યા હતા, લેનિંગે 41 બૉલનો સામનો કર્યો જેમાં 5 ચોગ્ગાની મદદથી 43 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય જેમીમા રૉડ્રિગ્ઝે આક્રમક બેટિંગ કરી હતી, જેમીમાએ 18 બૉલમાં 25 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. આ ઉપરાંત કોઇપણ બેટ્મસેન સારી બેટિંગ કરી શકી ન હતી.
આજે વૂમન્સ પ્રીમિયર લીગમાં બે મોટી ટીમો વચ્ચે જંગ ચાલી રહ્યો છે, આજે દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની ટીમ આમને સામને ટકરાઇ રહી છે. આ મેચમાં ટૉસ જીતીને દિલ્હી કેપિટલ્સની ટીમે પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો, જ્યારે મુંબઇ ઇન્ડિયન્સને પહેલા બૉલિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. આજની મેચમાં દર્શકોને આશા હતી હાઇસ્કૉરિંગ થઇ શકે છે, પરંતુ દિલ્હીએ પહેલા બેટિંગ કરતાં સામાન્ય ટાર્ગેટ મુંબઇને જીતવા આપ્યો છે.
દિલ્હી કેપિટલ્સના 100 રન પુરા થઇ ગયા છે, 17 ઓવરના અંતે ટીમનો સ્કૉર 9 વિકેટના નુકશાને 102 રન પર પહોંચ્યો છે. અત્યારે ક્રિઝ પર શિખા પાન્ડે 1 રન બનાવીને રમી રહી છે.
14 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કૉર 7 વિકેટના નુકશાને 84 રન પર પહોંચ્યો છે. હાલમાં ક્રિઝ પર તાનિયા ભાટિયા અને રાધા યાદવ છે, બન્ને અત્યારે શૂન્ય રન બનાવીને રમી રહી છે.
દિલ્હી કેપિટલ્સના 50 રન પુરા, 9 ઓવરના અંતે દિલ્હીની ટીમે 3 મહત્વની વિકેટો ગુમાવીને 51 રન બનાવી લીધા છે. અત્યારે ક્રિઝ પર કેપ્ટન મેગ લેનિંગ 21 રન બનાવીને રમી રહી છે, જ્યારે સામે જેમીમા આક્રમક બેટિંગ કરતાં 16 રન બનાવી ચૂકી છે.
દિલ્હી કેપિટલ્સને બીજો ઝટકો લાગ્યો છે, મુંબઇ ઇન્ડિયન્સની બૉલર પૂજા વસ્ત્રાકરે એલિસ કેપ્સીને માત્ર 6 રનના અંગત સ્કૉર પર કાલિતાના હાથમાં ઝીલાવી દીધી છે. અત્યારે ટીમોન સ્કૉર 6 ઓવર બાદ 2 વિકેટના નુકશાને 29 રન પર પહોંચ્યો છે, કેપ્ટન મેગ લેનિંગ ક્રિઝ પર છે.
દિલ્હી કેપિટલ્સની ટીમે પાંચ ઓવર પુરી રમી લીધી છે, ટીમનો સ્કૉર 5 ઓવરના અંતે 1 વિકેટના નુકશાને 24 રન પર પહોંચ્યો છે. અત્યારે ક્રિઝ પર કેપ્ટન મેગ લેનિંગ 12 રન અને કેપ્સી 6 રન બનાવીને રમી રહી છે.
2 ઓવરના અંતે ટીમનો સ્કૉર 1 વિકેટના નુકશાને 9 રન પર પહોંચ્યો છે, અત્યારે ક્રિઝ પર કેપ્ટન મેગ લેનિંગ 7 રન અને એલિસ ક્રેપ્સી 0 રન બનાવીને રમી રહ્યા છે.
દિલ્હી કેપિટલ્સની પ્રથમ ઝટકો લાગ્યો છે, મુંબઇ ઇન્ડિયન્સની સાયકા ઇશાકે શેફાલીને બૉલ્ડ કરી છે, શેફાલીને 6 બૉલમાં 2 રન બનાવીને પેવેલિયન જવુ પડ્યુ છે.
મેગ લેનિંગ (કેપ્ટન), શેફાલી વર્મા, મરિજાન કેપ, જેમિમા રૉડ્રિગ્ઝ, એલિસ કેપ્સી, જેસ જોનાસેન, તાન્યા ભાટિયા (વિકેટકીપર), મિન્નૂ મણી, શિખા પાન્ડે, રાધા યાદવ, તારા નૌરિસ.
હીલી મેથ્યૂઝ, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), નેટ સીવર બ્રન્ટ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), અમેલિયા કેર, પૂજા વસ્ત્રાકર, ઇસ્સી વૉન્ગ, અમનજોત કૌર, હુમાયરા કાઝી, જિન્તિમની કલિતા, સાયકા ઇશાક.
વૂમન્સ પ્રીમિયર લીગની આજની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સની સામે દિલ્હી કેપિટલ્સની ટીમ ટકરાઇ રહી છે, આ મેચમાં દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો છે, જ્યારે મુંબઇ ઇન્ડિયન્સને પહેલા બૉલિંગ કરવા માટે આમંત્રણ મળ્યુ છે.
ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેગ લેનિંગની દિલ્હી કેપિટલ્સ પણ પ્રથમ સિઝનમાં શાનદાર ફૉર્મમાં દેખાઇ રહી છે. દિલ્હી પણ સિઝનમાં પોતાની બે મેચ રમી ચૂકી છે, અને એકપણ વાર હારનો સામનો નથી કર્યો, દિલ્હીએ 2 મેચોમાં 2 જીત સાથે 4 પૉઇન્ટ અને +2.550ની નેટ રનરેટ બનાવી રાખી છે. દિલ્હી કેપિટલ્સ પૉઇન્ટ ટેબલમાં બીજા નંબર પર છે.
હાલમાં વૂમન્સ પ્રીમિયર લીગની વાત કરીએ તો હરમની પ્રીત કૌરની મુંબઇ ઇન્ડિયન્સ પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર છે, મુંબઇએ અત્યાર સુધી બે મેચો રમી છે, અને બન્નેમાં જીત હાંસલ કરી છે, આ સાથે તે 4 પૉઇન્ટ અને +5.185ની નેટ રનરેટ સાથે ટૉપ પર છે.
હાલમાં વૂમન્સ પ્રીમિયર લીગની વાત કરીએ તો હરમની પ્રીત કૌરની મુંબઇ ઇન્ડિયન્સ પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર છે, મુંબઇએ અત્યાર સુધી બે મેચો રમી છે, અને બન્નેમાં જીત હાંસલ કરી છે, આ સાથે તે 4 પૉઇન્ટ અને +5.185ની નેટ રનરેટ સાથે ટૉપ પર છે.
હરમનપ્રીત કૌરની મુંબઇ ઇન્ડિયન્સ હાલમાં સારી નેટ રનરેટના કારણે પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર છે, જ્યારે મેગ લેનિંગની દિલ્હી કેપિટલ્સ પણ શાનદાર ફોર્મમાં છે, પરંતુ મુંબઇ કરતા નેટ રનરેટ ઓછો છે, જેના કારણે પૉઇન્ટ ટેબલમાં બીજા નંબર પર યથાવત છે.
બીસીસીઆઇ મહિલા પ્રીમિયર લીગની પહેલી સિઝનમાં આજે એક મહત્વની મેચ રમાઇ રહી છે, વૂમન્સ પ્રીમિયર લીગની બન્ને ઇન ફૉર્મ ટીમો દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે જંગ જમશે, બન્ને હાલમાં પૉઇન્ટ ટેબલમાં એકપણ હાર વિના જગ્યા બનાવીને સામેલ થઇ છે,
બ્રેકગ્રાઉન્ડ
DC-W vs MI-W, WPL 2023 LIVE Score: બીસીસીઆઇ મહિલા પ્રીમિયર લીગની પહેલી સિઝનમાં આજે એક મહત્વની મેચ રમાઇ રહી છે, વૂમન્સ પ્રીમિયર લીગની બન્ને ઇન ફૉર્મ ટીમો દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે જંગ જમશે, બન્ને હાલમાં પૉઇન્ટ ટેબલમાં એકપણ હાર વિના જગ્યા બનાવીને સામેલ થઇ છે, જોકે, હરમનપ્રીત કૌરની મુંબઇ ઇન્ડિયન્સ હાલમાં સારી નેટ રનરેટના કારણે પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર છે, જ્યારે મેગ લેનિંગની દિલ્હી કેપિટલ્સ પણ શાનદાર ફોર્મમાં છે, પરંતુ મુંબઇ કરતા નેટ રનરેટ ઓછો છે, જેના કારણે પૉઇન્ટ ટેબલમાં બીજા નંબર પર યથાવત છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -