જેદ્દાહમાં યોજાયેલી IPL 2025ની મેગા હરાજી બાદ ગુજરાત ટાઇટન્સે તેમની 25 સભ્યોની ટીમ તૈયાર કરી છે. IPL 2025ની મેગા ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સે કુલ 119.85 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. હરાજીમાં ગુજરાત ટાઇટન્સનો સૌથી મોંઘો ખેલાડી જોસ બટલર હતો. ઇંગ્લિશ વિકેટકીપર બેટ્સમેનને ફ્રેન્ચાઇઝીએ 15.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હવે આ ગુજરાત ટાઇટન્સની ટીમ છે.
જો કે, IPL 2025ની હરાજી પહેલા ગુજરાત ટાઇટન્સે પાંચ ખેલાડીઓને રિટેન કર્યા હતા. ફ્રેન્ચાઇઝીએ શુભમન ગિલ, રાશિદ ખાન, સાઇ સુદર્શન, રાહુલ તેવટિયા અને શાહરૂખ ખાનને રિટેન કર્યા હતા. ફ્રેન્ચાઇઝીએ રાશિદ ખાન (18 કરોડ), શુભમન ગિલ (16.50 કરોડ), સાઇ સુદર્શન (8.50 કરોડ), રાહુલ તેવટિયા (4 કરોડ) અને શાહરૂખ ખાન (4 કરોડ)ને રિટેન કર્યા હતા
IPL 2025 માટે ગુજરાત ટાઇટન્સની ટીમ
રિટેન કરેલા ખેલાડીઓ
રાશિદ ખાન (18 કરોડ)
શુભમન ગિલ (16.50)
સાઈ સુદર્શન (8.50 કરોડ)
રાહુલ તેવટિયા (4 કરોડ)
શાહરૂખ ખાન (4 કરોડ)
હરાજીમાં આટલા ખેલાડીઓ ખરીદ્યા
કગીસો રબાડા- 10.75 કરોડ
જોસ બટલર- 15.75 કરોડ
મોહમ્મદ સિરાજ - 12.25 કરોડ
પ્રસિદ્ધ કૃષ્ણા- 9.50 કરોડ
નિશાંત સિંધુ- 30 લાખ
મહિપાલ લોમરોર- 1.70 કરોડ
કુમાર કુશાગ્ર- 65 લાખ
અનુજ રાવત- 30 લાખ
માનવ સુથાર- 30 લાખ
વોશિંગ્ટન સુંદર- 3.20 કરોડ
ગેરાલ્ડ કોએત્ઝી- 1.25 કરોડ
અરશદ ખાન- 1.30 કરોડ
ગુરનુર બરાર- 1.30 કરોડ
શેરફેન રધરફોર્ડ-,2.60 કરોડ
આર સાંઈ કિશોર- 2 કરોડ
ઈશાંત શર્મા-75 લાખ
જયંત યાદવ - 75 લાખ
ગ્લેન ફિલિપ્સ- 2 કરોડ
કરીમ જન્નત- 75 લાખ
કુલવંત ખેજરોલિયા– 30 લાખ
IPLમાં ગુજરાતની સફર
IPLમાં ગુજરાત ટાઇટન્સની સફર ટૂંકી હતી. વર્ષ 2022માં નવી ટીમ તરીકે પ્રવેશેલી ગુજરાત ટાઇટન્સે પહેલા જ વર્ષે ટાઇટલ જીતીને ભારતીય ચાહકોને દિવાના બનાવી દીધા હતા. ગુજરાત ટાઇટન્સનું પ્રદર્શન સતત બીજા વર્ષે સારુ રહ્યું હતું અને તેઓ ટાઇટલ મેચ સુધી પહોંચી ગયા હતા, પરંતુ ત્યાર બાદ તેમને રનર્સ અપ બનીને સંતોષ માનવો પડ્યો હતો.
જોકે, ગયા વર્ષે ફ્રેન્ચાઇઝીમાં કેટલાક ફેરફારો થયા હતા અને તેની અસર તેના પ્રદર્શન પર પણ જોવા મળી હતી. ગુજરાત ટાઇટન્સ છેલ્લી IPLમાં આઠમા સ્થાને રહી હતી.
ગુજરાતને વધુ સારા પ્રદર્શનની આશા છે
ગુજરાત ટાઇટન્સે પ્રથમ બે સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ ગયા વર્ષે કેપ્ટન બદલાયા બાદ તેમના પ્રદર્શનમાં ઘટાડો જોવા મળ્યો હતો. શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળની ગુજરાત ટાઇટન્સ ટીમ IPL 2024ના પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને રહી હતી.
ગુજરાત ટાઇટન્સે અત્યાર સુધીમાં IPLમાં ત્રણ વર્ષ પસાર કર્યા છે. ગયા વર્ષના પ્રદર્શનને બાદ કરતાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આગામી IPLમાં ગુજરાત પોતાની ટાઈટલ જીતનારી ટીમને મેદાનમાં ઉતારવાની આશા રાખશે.