GT vs KKR Match: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે ગુજરાતની ટીમ ફરી એકવાર અમદાવાદના મેદાન પર રમતી જોવા મળશે, આજે ગુજરાત ટાઇટન્સની ટક્કર કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ સામે થવાની છે. આજે IPLમાં (9 એપ્રિલ) બે મેચ રમાશે. ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ આજની પ્રથમ મેચમાં આમને-સામને રમશે. બન્ને ટીમોની વાત કરીએ તો, બંને ટીમોએ તેમની અગાઉની મેચોમાં ખુબ સરળતાથી જીત હાંસલ કરી ચૂકી છે. આજે બન્ને ટીમો વચ્ચે ટક્કર બરાબરની રહેવાની સંભાવના છે. IPL 2023માં એકબાજુ ગુજરાત ટાઇટન્સે તેમની બંને મેચમાં સરળ જીત હાંસલ કરી છે, તો વળી, કોલકાતાને તેની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બીજી મેચ તેને મોટા અંતરથી જીતી લીધી હતી. જોકે, ખાસ વાત છે કે, કોલકાતાની ટીમમાં આજે ઈંગ્લિશ બેટ્સમેન જેસન રોય પણ સામેલ થઇ શકે છે. જાણો આજે કેવો રહેશે અમદાવાદની પીચનો મિજાજ....


આજે કેવો છે પીચનો મિજાજ, જાણો પીચ રિપોર્ટ - 
ગુજરાત અને કોલકત્તનાની ટક્કર આજે અમદાવાદના ગ્રાઉન્ડ પર થશે, અમદાવાદની પીચની વાત કરીએ તો, અમદાવાદની પીચ બેટ્સમેનોને મદદરૂપ થશે. અહીં ફાસ્ટ બૉલરોને પણ થોડાક અંશે મદદ મળશે. પીચ પર થોડો ઉછાળો જોવા મળશે, જેના કારણે ઝડપી બૉલરોને ફાયદો થઈ શકે છે. અહીં બાઉન્ડ્રી પણ મોટી છે, તેથી અહીં સિક્સર ફટકારવી બેટ્સમેનો માટે આસાન નહીં રહે. આ મેદાન પર ટૉસ જીત્યા બાદ પહેલા બૉલિંગ કરવી ફાયદાકારક છે. પીછો કરતી ટીમની સફળતાનો રેટ આ મેદાન પર વધારે છે. અહીં રમાયેલી છેલ્લી મેચમાં ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતા 178 રન બનાવ્યા હતા, જે લક્ષ્યને ગુજરાત ટાઇટન્સે આસાનીથી હાંસલ કરી લીધો હતો. આજની મેચમાં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળી શકે છે.


કોણું પલડુ રહેશે ભારે ?
આજની મેચમાં એક અંદાજ પ્રમાણે, ગુજરાત ટાઇટન્સનો હાથ ઉપર રહી શકે છે. આ ટીમ ગઇ સિઝનની IPL ચેમ્પીનય છે, અને આ વખતે પણ તે ચેમ્પીયનની જેમ રમી રહી છે. ટીમ બેટિંગ અને બૉલિંગમાં બન્નેમાં સારું બેલેન્સ ધરાવે છે. તમામ ખેલાડીઓ પણ ફોર્મમાં જોવા મળી રહ્યા છે. બીજીબાજુ કોલકાતાની ટીમમાં વિશ્વાસપાત્ર બેટ્સમેનોનો અભાવ છે. માત્ર અમૂક જ બેટ્સમેન રન બનાવવામાં સફળ રહ્યાં છે. KKRના ફાસ્ટ બૉલરો પણ સંઘર્ષ કરતા દેખાઇ રહ્યાં છે. જોકે આ ટીમનો સ્પિન વિભાગ ઘણો મજબૂત છે.


હેડ ટૂ હેડ રેકોર્ડ કેવી રીતે છે ?
કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આઈપીએલમાં અત્યાર સુધી માત્ર એક જ મેચ રમાઈ છે. ગત સિઝનમાં રમાયેલી આ મેચમાં ગુજરાતે કોલકાતાને 8 રનથી હરાવ્યું હતું.


આજની મેચ ક્યારે અને ક્યાંથી જોઇ શકશો લાઇવ ?
ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની આ મેચ આજે (9 એપ્રિલ) બપોરે 3.30 વાગ્યાથી અમદાવાદમાં શરૂ થશે. આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર વિવિધ ભાષાઓમાં કરવામાં આવશે. Jio સિનેમા એપ પર લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ થશે. અહીં વિવિધ ભારતીય ભાષાઓમાં કૉમેન્ટ્રી સાંભળવાનો ઓપ્શન પણ છે. આ મેચ Jio સિનેમા એપ પર તમે ફ્રીમાં જોઈ શકાશે.