ગુજરાત ટાઇટન્સને IPL 2023ની પહેલી જ મેચ બાદ મોટો ફટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર બેટ્સમેન કેન વિલિયમ્સન ઘૂંટણની ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. શુક્રવારે ચેન્નઇ સુપર કિંગ્સ સામે રમાયેલી પ્રથમ મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે વિલિયમ્સનને ઘૂંટણમાં ઈજા થઈ હતી. વિલિયમ્સન ઈજા બાદ મેદાનની બહાર ગયો હતો.


વિલિયમ્સન આ વખતે ગુજરાત ટાઇટન્સનો ભાગ બન્યો હતો. આઈપીએલ 2022માં તે સનરાઈઝર્સ હૈદરાબાદનો કેપ્ટન હતો, પરંતુ ટીમના ખરાબ પ્રદર્શનને કારણે હૈદરાબાદે તેને ટીમની બહાર કરી દીધો હતો. હવે ગુજરાત માટે રમવું તેના માટે સફળ રહ્યું ન હતું. પહેલી જ મેચ બાદ તેને ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું હતું.


વિલિયમ્સન પહેલી જ મેચમાં બેટિંગ કરી શક્યો નહોતો


ફિલ્ડીંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલો કેન વિલિયમ્સન મેચમાં બેટિંગ કરી શક્યો ન હતો. તેના સ્થાને સાઈ સુદર્શનને 'ઈમ્પેક્ટ પ્લેયર' તરીકે પસંદ કરાયો હતો. નોંધનીય છે કે IPL 2022 કેન વિલિયમ્સન માટે ખરાબ હતું. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા તેણે 13 મેચમાં માત્ર 19.64ની એવરેજથી 216 રન બનાવ્યા હતા. જેમાં તેણે માત્ર એક જ અડધી સદી ફટકારી હતી.


વિલિયમ્સને તેની IPL કરિયરમાં અત્યાર સુધી કુલ 77 મેચ રમી છે. આ મેચોની 75 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 36.22ની એવરેજ અને 126.03ના સ્ટ્રાઇક રેટથી 2101 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 18 અડધી સદી ફટકારી છે. જેમાં તેનો હાઈ સ્કોર 89 રન રહ્યો છે.


ન્યૂઝીલેન્ડ તરફથી રમી રહેલા વિલિયમ્સને અત્યાર સુધીમાં 94 ટેસ્ટ, 161 વનડે અને 87 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે ટેસ્ટમાં 8124 રન, વનડેમાં 6555 રન અને ટી20 ઈન્ટરનેશનલમાં 2464 રન બનાવ્યા છે. વિલિયમ્સને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં અત્યાર સુધીમાં કુલ 41 સદી ફટકારી છે.


IPL 2023: ગુજરાત સામે સતત ત્રણ હાર બાદ બેહદ નિરાશા થયા એમએસ ધોની, આ ગણાવ્યું હારનું કારણ


GT vs CSK, MS Dhoni: ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાની પહેલી જ મેચમાં ગુજરાત સામે 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ચેન્નાઈનો કેપ્ટન એમએસ ધોની ઘણો નિરાશ દેખાઈ રહ્યો હતો.


IPL 2023 ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત સામે 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં પ્રથમ બેટિંગ કરતા CSKએ 20 ઓવરમાં 7 વિકેટે 178 રન બનાવ્યા હતા. રનનો પીછો કરતા ગુજરાતે 19.2 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ મેચ દ્વારા CSKને ગુજરાત સામે સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ચેન્નાઈનો કેપ્ટન કૂલ એમએસ ધોની ઘણો નિરાશ દેખાયો અને તેણે મેચ બાદ આ હારનું સાચું કારણ જણાવ્યું.


ધોનીએ હારનું કારણ જણાવ્યું


ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ મેચ બાદ કહ્યું, “અમને ખબર હતી કે ત્યાં ઝાકળ પડશે. અમે બેટિંથી થોડું સારું કરી શક્યા હોત. રૂતુરાજ ગાયકવાડ શાનદાર હતો, બોલને સારી રીતે ટાઇમિંગ કરતો હતો અને તેની બેટિંગ જોઈને આનંદ થયો હતો  મને લાગે છે કે યુવા ખેલાડીઓનું આવવું જરૂરી  છે.