Gujarat Titans vs Rajasthan Royals: IPLની પ્રથમ ક્વોલિફાયર મેચમાં રાજસ્થાન રોયલ્સનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે છે. આ મેચમાં રાજસ્થાનનો સ્ટાર બેટ્સમેન જોસ બટલર ફોર્મમાં પરત ફર્યો હતો અને તેણે 56 બોલમાં 89 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન જોસ બટલરે વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.


બટલરે આ રેકોર્ડ બનાવ્યો હતો


ગુજરાત સામે ફરી એકવાર ફોર્મમાં પરત ફર્યો છે. તેણે માત્ર 56 બોલમાં 89 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન તેણે 12 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. પોતાની ઇનિંગ દરમિયાન તેણે IPLની આ સિઝનમાં 700 રન પણ પૂરા કર્યા. આ સિવાય તે એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર છઠ્ઠો બેટ્સમેન બની ગયો છે.


એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર


રન       પ્લેયર
973      વિરાટ કોહલી
848     ડેવિડ વોર્નર
735     કેન વિલિયમસન
733    ક્રિસ ગેલ
733    માઇક હસી
718   જોસ બટલર


રાજસ્થાને મોટો સ્કોર બનાવ્યો


જોસ બટલર (89) અને કેપ્ટન સંજુ સેમસન (47)ની શાનદાર બેટિંગના કારણે રાજસ્થાન રોયલ્સે ઈડન ગાર્ડન્સ ખાતે IPLની પ્રથમ ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સને 189 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રાજસ્થાને 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા હતા.ગુજરાત તરફથી યશ દયાલ, રવિ શ્રીનિવાસન સાઈ કિશોર, હાર્દિક પંડ્યા અને મોહમ્મદ શમીએ એક-એક વિકેટ લીધી હતી.


ટ્રેન્ટ બોલ્ટે તોડ્યો ઝહિર ખાનનો આ મોટો રેકોર્ડ, IPLમાં આમ કરનાર પહેલો વિદેશ બોલર બન્યો:


IPL મેચોની પ્રથમ ઓવરમાં સૌથી વધુ વિકેટ લેનારા ખેલાડીઓની યાદીમાં ટ્રેન્ટ બોલ્ટ બીજા સ્થાને પહોંચી ગયો છે. બોલ્ટે આ મામલે ઝહીર ખાન અને સંદીપ શર્માને પાછળ છોડી દીધા છે. પ્રથમ ઓવરમાં ઝહીરે 12 અને સંદીપે 13 વિકેટ ઝડપી છે. જ્યારે બોલ્ટે IPL મેચોની પ્રથમ ઓવરમાં 15 વિકેટ ઝડપી છે. તે પ્રવીણ કુમાર સાથે સંયુક્ત રીતે બીજા ક્રમે છે. આ યાદીમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો બોલર ભુવનેશ્વર કુમાર પ્રથમ સ્થાને છે. ભુવીએ આઈપીએલની પ્રથમ ઓવર્સમાં કુલ 20 વિકેટ લીધી છે.