GT vs CSK: પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહેલી IPL 2022ની 29મી મેચમાં ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. હાર્દિક પંડ્યા આજે ગુજરાત તરફથી નથી રમી રહ્યો. તેની જગ્યાએ રાશિદ ખાન કેપ્ટનશીપ કરી રહ્યો છે. આ સિવાય સિનિયર વિકેટકીપર રિદ્ધિમાન સાહાને પણ ટીમમાં જગ્યા મળી છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન - રોબિન ઉથપ્પા, રુતુરાજ ગાયકવાડ, મોઈન અલી, અંબાતી રાયડુ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા (કેપ્ટન), એમએસ ધોની (વિકેટકીપર), ડ્વેન બ્રાવો, ક્રિસ જોર્ડન, મહેશ તિક્ષાના અને મુકેશ ચૌધરી.
ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન: રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ, વિજય શંકર, ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રશીદ ખાન (કેપ્ટન), અલઝારી જોસેફ, લોકી ફર્ગ્યુસન, યશ દયાલ અને મોહમ્મદ શમી.