Mayank Agarwal Injury: IPL 2022ની 28મી મેચ પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પંજાબનો કેપ્ટન મયંક અગ્રવાલ આ મેચમાં નથી રમી રહ્યો. તેની જગ્યાએ શિખર ધવન આજે કેપ્ટનશીપ કરી રહ્યો છે. હૈદરાબાદ સામેની મેચમાં જ્યારે શિખર ધવન ટોસ માટે મેદાનમાં આવ્યો ત્યારે બધાને આશ્ચર્ય થયું હતું. જાણો મયંક અગ્રવાલ કેમ ના રમ્યો.
શિખર ધવને ટોસ પછી કહ્યું કે, મયંક અગ્રવાલને અંગૂઠામાં ઈજા છે. આ ઈજાના કારણે તે આજે રમી રહ્યો નથી. જણાવી દઈએ કે, આજે મયંકની જગ્યાએ પ્રભસિમરન સિંહને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી છે. ધવને કહ્યું, "મયંક અગ્રવાલને અંગૂઠામાં ઈજા થઈ છે, તે આગામી મેચ સુધી રમવા માટે ફિટ થઈ જશે. અમારી ટીમમાં માત્ર એક ફેરફાર છે, પ્રભસિમરન પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થયો છે. અમે કોઈ એક ખેલાડી પર નિર્ભર થયા વિના રમીએ છીએ. "અમે સારું પ્રદર્શન કરી રહ્યા છીએ. અમારે એક યુનિટ તરીકે સારું રમવાનું ચાલુ રાખવાની જરૂર છે."
પંજાબના સુકાની શિખર ધવનનું કહ્યું છે કે, મયંક અગ્રવાલ ગઈકાલે ટ્રેનિંગ દરમિયાન તેના અંગૂઠામાં ઈજા પહોંચી હતી. પરંતુ આગામી મેચ સુધીમાં તે સ્વસ્થ થઈ જશે. ધવને કહ્યું કે, પ્રભસિમરન સિંહ આવી ગયો છે અને પ્લેઈંગ ઈલેવનમાં આ એકમાત્ર ફેરફાર છે. ધવને કહ્યું કે તમામ ખેલાડીઓ એક ટીમ તરીકે સારું પ્રદર્શન કરી રહ્યા છે અને બોલિંગ યુનિટ વધુ સારું હોઈ શકે છે. જો અમે સારો સ્કોર કરીશું તો વિરોધી ટીમને દબાણમાં લાવી શકીશું.
સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ ઇલેવનઃ
અભિષેક શર્મા, કેન વિલિયમસન (કેપ્ટન), રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, નિકોલસ પૂરન (વિકેટકીપર), શશાંક સિંઘ, જગદીશ સુચિત, ભુવનેશ્વર કુમાર, માર્કો જેન્સેન, ઉમરાન મલિક, ટી નટરાજન.
પંજાબ કિંગ્સ પ્લેઇંગ ઇલેવનઃ
શિખર ધવન (કેપ્ટન), પ્રભસિમરન સિંહ, જોની બેરસ્ટો, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), શાહરૂખ ખાન, ઓડિયન સ્મિથ, કાગીસો રબાડા, રાહુલ ચહર, વૈભવ અરોરા, અર્શદીપ સિંહ.