MI vs DC Match Prediction: દિલ્હી કેપિટલ્સ આજે તેમના હૉમ ગ્રાઉન્ડ પર મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે. આ સિઝનમાં ડેવિડ વૉર્નરની દિલ્હીને તેની છેલ્લી ત્રણ મેચમાં એકતરફી હારનો સામનો કરી ચૂકી છે. તો વળી, બીજીબાજુ રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ પણ આ સિઝનની તેની શરૂઆતી બન્ને મેચોમાં હારી ગઈ છે. એટલે કે બંને ટીમો આજે પોતાના વિજયનું ખાતુ ખોલવા માટે મથશે. 


ખાસ વાત છે કે, આઈપીએલ 2023માં અત્યાર સુધી બંને ટીમો બેરંગ દેખાઇ છે. એવું કહી શકાય કે, બંને ટીમો લગભગ સમાન ફોર્મમાં છે. આ ટીમોમાં માત્ર અમૂક જ ખેલાડીઓ સારુ રમી રહ્યાં છે, અને અન્ય ખેલાડીઓનું પ્રદર્શન ખુબ ખરાબ રહ્યું છે. આવી સ્થિતિમાં આજની મેચમાં કયા ખેલાડીઓ રંગ બદલશે તે નક્કી નથી. 


શું કહે છે હેડ ટૂ હેડ આંકડા ?
બન્ને ટીમોના હેડ ટૂ હેડ રોકોર્ડની વાત કરીએ તો, દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે અત્યાર સુધી કુલ 32 મેચ રમાઈ છે. જેમાંથી દિલ્હીએ 15 અને મુંબઈએ 17 મેચ જીતી છે. એટલે કે IPLમાં આ બંને ટીમો વચ્ચેની સ્પર્ધા લગભગ બરાબરની રહી છે. એવું કહી શકાય કે, 5 વખતની ચેમ્પિયન મુંબઇની સામે દિલ્હીનો લગભગ બરાબરીનો રેકોર્ડ છે, દિલ્હીએ હજુ સુધી એકપણ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો નથી, તે આશ્ચર્યચકિત છે.


આજે કોણ મારશે બાજી ?
આજે કહેવું મુશ્કેલ છે કે, દિલ્હી કેપિટલ્સ માટે માત્ર ડેવિડ વોર્નર બેટિંગમાં ચાલી રહ્યો છે, અને તિલક વર્મા મુંબઈ ઈન્ડિયન્સ માટે રન બનાવવા માટે હંમેશા તૈયાર રહે છે. આ બે સિવાય દિલ્હી અને મુંબઈના બાકીના બેટ્સમેનો કંઈ ખાસ કમાલ નથી કરી શક્યા. જોકે, મુંબઈના બેટ્સમેન હજુ પણ અમુક હદ સુધી દિલ્હીના બેટ્સમેનો કરતાં વધુ સારું પ્રદર્શન કરી રહ્યા છે. આમાં ઈશાન કિશાન, રોહિત શર્મા અને ટિમ ડેવિડે કેટલીક ટુંકી પરંતુ શાનદાર ઇનિંગ્સ રમી છે. વળી, દિલ્હી માટે રિલે રુસો, રૉવમેન પૉવેલ અને પૃથ્વી શૉ જેવા ખેલાડીઓ અત્યાર સુધી પુરેપુરા ફ્લૉપ રહ્યાં છે.


આમ પણ, બૉલિંગની વાત કરીએ તો દિલ્હીની ટીમ મુંબઈ પર ભારે લાગી રહી છે. દિલ્હીના મુકેશ કુમાર, એનરિક નૉર્ખિયા અને કુલદીપ યાદવની બૉલિંગ એવરેજમાં છે, તો વળી, બીજીબાજુ મુંબઈના લગભગ તમામ બૉલરો બેરંગ દેખાઇ રહ્યાં છે.