IPL 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝન આગામી મહિનાઓથી શરૂ થઇ રહી છે. આ સિઝન પહેલા કેટલાક રસપ્રદ કિસ્સાઓ અને આંકડાઓને જાણવા ખુબ જરૂરી છે, અહીં આજે અમે તમને એક એવા આંકડા વિશે જણાવી રહ્યાં છીએ, જે ખરેખરમાં ભારતીય ખેલાડીઓ માટે શરમજનક છે, આઇપીએલમાં સ્ટમ્પ આઉટ, બૉલ્ડ, કેચઆઉટ થતાં ખેલાડીઓ વિશે તો અનેક રેકોર્ડ જોવા મળી રહ્યાં છે. પરંતુ કેટલાક ખેલાડીઓ એવા છે જેને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી વધુ વાર રનઆઉટ થવાની ઉપલબ્ધિ હાંસલ કરી છે. આમાં સૌથી મોટુ અને પહેલુ નામ ગુજરાતી ક્રિકેટર અને ટીમ ઇન્ડિયાનો ધાકડ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનુ છે. આ પછી કેપ્ટન કૂલ ધોનીનો નંબર આવે છે. જાણો અહીં કયા કયા ખેલાડીઓ સૌથી વધુ વાર આઇપીએલમાં રનઆઉટ થયા છે. 


આગામી દિવસોમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝન શરૂ થઇ રહી છે, આ માટે થોડાક દિવસો પહેલા જ ઓક્શનની કામગીરી પૂર્ણ થઇ છે, મોટાભાગની ફ્રેન્ચાઇઝીઓમાં ટીમના ખેલાડીઓની સાથે સાથે કેપ્ટનો પણ બદલી નાંખ્યા છે. અહીં અમે તમને સૌથી વધુ વાર આઇપીએલમાં રનઆઉટ થનારા ખેલાડીઓનુ લિસ્ટ બતાવી રહ્યાં છીએ, જુઓ...


આઇપીએલમાં સૌથી વધુ વાર રનઆઉટ થનારા ખેલાડીઓ - 
રવીન્દ્ર જાડેજા -  23 વાર રનઆઉટ
મહેન્દ્રસિંહ ધોની - 21 વાર રનઆઉટ
વિરાટ કોહલી - 19 વાર રનઆઉટ
મનીષ પાન્ડે - 16 વાર રનઆઉટ
સુરેશ રૈના - 16 વાર રનઆઉટ
દિનેશ કાર્તિક - 15 વાર રનઆઉટ
એબી ડિલીવિયર્સ - 14 વાર રનઆઉટ
ડ્વેન બ્રાવો - 14 વાર રનઆઉટ


ઇન્ડિયન પ્રીમિયર લીગ અત્યારે દુનિયાભરમાં સૌથી વધુ પૉપ્યૂલર છે, દુનિયાભરના ક્રિકેટરો આ લીગમાં ભાગ લેવા માટે ભારત આવે છે, આઇપીએલમાં આ ઉપરાંત પણ અનેક પ્રકારના રેકોર્ડ બની ચૂક્યા છે.