GT vs CSK Live: ગુજરાતે ચેન્નાઈને 35 રનથી આપી હાર, મોહિત શર્માની 3 વિકેટ

GT vs CSK: ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે આ 12મી મેચ છે. પ્લેઓફની રેસમાં રહેવા માટે ગુજરાતે આજની મેચ જીતવી પડશે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 10 May 2024 11:35 PM
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતની ધમાકેદાર જીત

ગુજરાતે મેચ જીતવા આપેલા 232ના ટાર્ગેટ સામે ચેન્નાઈની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 196 રન બનાવી શકી હતી. જેથી ગુજરાતનો 35 રનથી વિજય થયો હતો. ધોની 11 બોલમાં 26 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ગુજરાત તરફથી મોહિત શર્મા 3 વિકેટ અને રાશીદ ખાને 2 વિકેટ ઝડપી હતી. ગુજરાતની જીત સાથે પ્લેઓફની રેસ વધુ રોમાંચક બની છે.

રાશિદ ખાને એક ઓવરમાં બે વિકેટ ઝડપી

રાશિદ ખાને 18મી ઓવરમાં બે વિકેટ લઈને ગુજરાતની જીત નિશ્ચિત કરી હતી. રાશિદે આ ઓવરમાં માત્ર બે રન આપ્યા હતા. ચેન્નાઈનો સ્કોર 8 વિકેટે 170 રન છે.

CSK ને લાગ્યો છઠ્ઠો ફટકો, શિવમ દુબે આઉટ

16.4 ઓવરના અંતે ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 165 રન છે. શિવમ દુબે 21 રન બનાવી મોહિત શર્માની ઓવરમાં આઉટ થયો હતો. મોહિતે તેની ત્રીજી વિકેટ લીધી હતી. જાડેજા 7 બોલમા 16 રન બનાવી રમતમાં છે.

મોઈન અલી પેવેલિયન પરત ફર્યો હતો

135ના કુલ સ્કોર પર ચેન્નાઈ સુપર કિંગ્સની પાંચમી વિકેટ 15મી ઓવરના બીજા બોલ પર પડી હતી. મોઈન અલી 36 બોલમાં 56 રન બનાવીને આઉટ થયો હતો. તે મોહિત શર્માની બોલ પર સિક્સર મારવાના પ્રયાસમાં બાઉન્ડ્રી પર કેચ આઉટ થયો હતો. હવે મેચ સંપૂર્ણપણે ચેન્નાઈના હાથમાં છે.

ચેન્નાઈ 6 ઓવર પછી 43/3

કાર્તિક ત્યાગીએ છઠ્ઠી ઓવરમાં 10 રન આપ્યા હતા. પાવરપ્લે સમાપ્ત થયા બાદ ચેન્નાઈએ 3 વિકેટના નુકસાન પર 43 રન બનાવી લીધા છે. ડેરીલ મિશેલ 21 રન અને મોઈન અલી 18 રન સાથે રમી રહ્યા છે.

4 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 22/3

ચોથી ઓવરમાં ડેરીલ મિશેલે સંદીપ વોરિયર પર સિક્સ અને ફોર ફટકારી હતી. 4 ઓવર પછી ચેન્નાઈનો સ્કોર 3 વિકેટે 22 રન છે. મિશેલ 10 બોલમાં 19 રન સુધી પહોંચી ગયો છે. જ્યારે મોઈન અલી એક રન પર છે.

ચેન્નાઈ સુપર કિંગ્સની થઈ નબળી શરૂઆત

232 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સની નબળી શરૂઆત થઈ છે.  2 ઓવરના અંતે સ્કોર 2 વિકેટના નુકસાન પર 3 રન છે. રચિન રવિન્દ્ર અને અજિંક્ય રહાણે બંને 1-1 રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા.

ચેન્નાઈને જીતવા 232 રનનો મળ્યો ટાર્ગેટ

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 221 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી કેપ્ટન ગિલ 104 રન અને સુદર્શને 103 બનાવ્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 210 રનની પાર્ટનરશિપ કરીને રેકોર્ડ બનાવ્યો હતો. ડેવિડ મિલર 16 રને નોટ આઉટ રહ્યો હતો.

સદી ફટકાર્યા બાદ બંને ઓપનર એક જ ઓવરમાં આઉટ

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શન શાનદાર સદી ફટકાર્યા બાદ એક જ ઓવરમાં આઉટ થયા હતા. ગિલ 104 રને અને સુદર્શન 103 રને આઉટ થયા હતા. બંનેની વિકેટ તુષાર દેશપાંડેએ લીધી હતી.

ગિલે-સુદર્શને ફટકારી સદી, ગુજરાત 200 રનને પાર

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શન શાનદાર સદી ફટકારી છે. 17 ઓવરના અંતે ગુજરાતનો સ્કોર વિના વિકેટે 209 રન છે. શુભમન ગિલ 102 રને અને સાઈ સુદર્શન 103 રન બનાવી રમતમાં છે.

ગુજરાત ટાઈટન્સ વિના વિકેટે 190 રનને પાર

ગુજરાત ટાઈટન્સના ઓપનરો શાનદાર બેટિંગ કરી રહ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સના બોલર્સ વિકેટ શોધી રહ્યા છે. 15 ઓવરના અંતે ગુજરાત ટાઈટન્સનો  સ્કોર વિના વિકેટે 190 રન છે. સાંઈ સુદર્શન 47 બોલમાં 95 રને અને કેપ્ટન ગિલ 44 બોલમાં 93 રન બનાવીને રમતમાં છે. ગિલે 6 અને સુદર્શન 6 છગ્ગા માર્યા છે.

ગુજરાત ટાઈટન્સ વિના વિકેટે 150 રનને પાર

ગુજરાત ટાઈટન્સના ઓપનરો શાનદાર બેટિંગ કરી રહ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સના બોલર્સ વિકેટ શોધી રહ્યા છે. 13 ઓવરના અંતે ગુજરાત ટાઈટન્સનો  સ્કોર વિના વિકેટે 160 રન છે. સાંઈ સુદર્શન 44 બોલમાં 92 રને અને કેપ્ટન ગિલ 34 બોલમાં 66 રન બનાવીને રમતમાં છે. ગિલે 3 અને સુદર્શન 6 છગ્ગા માર્યા છે.

ચેન્નાઈ સુપર કિંગ્સના બોલર્સ વિકેટ માટે તરસ્યા

ગુજરાત ટાઈટન્સના ઓપનરો શાનદાર બેટિંગ કરી રહ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સના બોલર્સ વિકેટ શોધી રહ્યા છે. 12 ઓવરના અંતે ગુજરાત ટાઈટન્સનો  સ્કોર વિના વિકેટે 143 રન છે. સાંઈ સુદર્શન 41 બોલમાં 80 રને અને કેપ્ટન ગિલ 31 બોલમાં 61 રન બનાવીને રમતમાં છે.

11 ઓવરના અંતે ગુજરાતનો સ્કોર 130/0

ગુજરાત ટાઈટન્સના ઓપનરો શાનદાર બેટિંગ કરી રહ્યા છે. 11 ઓવરના અંતે ગુજરાત ટાઈટન્સનો  સ્કોર વિના વિકેટે 130 રન છે. ગિલે પણ આ ઓવરમાં ફિફ્ટી પૂરી કરી હતી. સાંઈ સુદર્શન 38 બોલમાં 71 રને અને કેપ્ટન ગિલ 28 બોલમાં 57 રન બનાવીને રમતમાં છે.

10 ઓવરના અંતે ગુજરાતનો સ્કોર વિના વિકેટે 107 રન

ગુજરાત ટાઈટન્સના ઓપનરો શાનદાર બેટિંગ કરી રહ્યા છે. 10 ઓવરના અંતે ગુજરાત ટાઈટન્સનો  સ્કોર વિના વિકેટે 107 રન છે. સાંઈ સુદર્શન 36 બોલમાં 59 રને અને કેપ્ટન ગિલ 24 બોલમાં 46 રન બનાવીને રમતમાં છે.

4 ઓવરના અંતે ગુજરાતનો સ્કોર 43/0

4 ઓવરના અંતે ગુજરાત ટાઈટન્સનો  સ્કોર વિના વિકેટે 43 રન છે. સાંઈ સુદર્શન 16 બોલમાં 21 રને અને કેપ્ટન ગિલ 9 બોલમાં 21 રન બનાવીને રમતમાં છે.

3 ઓવરના અંતે ગુજરાતનો સ્કોર 32 રન

3 ઓવરના અંતે ગુજરાત ટાઈટન્સનો  સ્કોર વિના વિકેટે 32 રન છે. સાંઈ સુદર્શન 11 રને અને કેપ્ટન ગિલ 20 રને રમતમાં છે.

ગુજરાત ટાઈટન્સની શાનદાર શરૂઆત

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાતની ટીમે હોમ ગ્રાઉન્ડ પર શાનદાર શરૂઆત કરી છે. 1 ઓવરના અંતે ગુજરાતનો સ્કોર 14 રન છે. કેપ્ટન ગિલ 11 અને સાઈ સુદર્શન 3 રને રમતમાં છે.

સીએસકેમાં રચિન રવિન્દ્નની વાપસી

ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ ઈલેવન: રૂતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, શિવમ દુબે, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકિપર), મિશેલ સેન્ટનર, શાર્દુલ ઠાકુર, તુષાર દેશપાંડે, સિમરજીત સિંહ.

 ગુજરાત ટાઇટન્સમાં કાર્તિક ત્યાગીનું ડેબ્યૂ

 ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન: શુભમન ગિલ (કેપ્ટન), સાઇ સુધરસન, શાહરૂખ ખાન, ડેવિડ મિલર, મેથ્યુ વેડ (વિકેટકિપર), રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહમદ, ઉમેશ યાદવ, મોહિત શર્મા, કાર્તિક ત્યાગી.

ચેન્નાઈએ ટોસ જીતી ફિલ્ડિંગ લીધી

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે આઈપીએલનો 59મો મુકાબલો ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં સીએસકેના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બોલિંગનો ફેંસલો કર્યો છે. ગુજરાત ટાઈટન્સ ઘર આંગણે પ્રથમ બેટિંગ કરશે.

બ્રેકગ્રાઉન્ડ

IPL 2024, CSK vs GT: IPL 2024 ની 59મી મેચ શુક્રવારે એટલે કે આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે યોજાવા જઈ રહી છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7.30 કલાકે રમાશે. ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે આ 12મી મેચ છે. પ્લેઓફની રેસમાં રહેવા માટે ગુજરાતે આજની મેચ જીતવી પડશે. પરંતુ તે પહેલા જાણી લો પીચ રિપોર્ટ, હવામાન રિપોર્ટ અને અમદાવાદની હેડ ટુ હેડ.


અમદાવાદ પિચ રિપોર્ટ


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ સંતુલિત છે, જે ફાસ્ટ બોલરો અને સ્પિનરો બંને માટે મદદરૂપ છે. આમાંથી રોમાંચક સ્પર્ધાની અપેક્ષા રાખી શકાય છે. સામાન્ય રીતે, બીજી ઇનિંગ્સમાં બેટિંગ માટે પરિસ્થિતિ વધુ અનુકૂળ બની જાય છે. કારણ કે બોલ બેટ્સમેનોને સપોર્ટ પૂરો પાડે છે. તેથી, ટોસ જીતનારી ટીમ પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે, જેથી તે લક્ષ્યનો પીછો કરતી વખતે પાછળથી ફાયદો ઉઠાવી શકે.


અમદાવાદનું હવામાન


સાંજ સુધીમાં, અમદાવાદમાં તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે, જ્યારે વાસ્તવિક તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ હોઈ શકે છે. ભેજનું સ્તર 41% આસપાસ રહેવાની શક્યતા છે અને વરસાદની કોઈ શક્યતા નથી.


GT vs CSK હેડ ટુ હેડ


IPL ટૂર્નામેન્ટમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ અત્યાર સુધીમાં કુલ 6 વખત સામસામે આવી ચુક્યા છે. આંકડા દર્શાવે છે કે બંને ટીમો સમાન સ્થિતિમાં છે, કારણ કે ગુજરાતે 3 મેચ જીતી છે અને ચેન્નાઈએ પણ 3 મેચ જીતી છે. જો કે આજે કઈ ટીમ વધુ સારું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.


ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે અગાઉની મેચ


IPL 2024ની 52મી મેચમાં ગુજરાત ટાઇટન્સની છેલ્લી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હતી. જેમાં બેંગલુરુએ 38 બોલ બાકી રહેતા ચાર વિકેટે મેચ જીતી લીધી હતી. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સની છેલ્લી મેચ IPL 2024ની 53મી મેચમાં પંજાબ કિંગ્સ સામે હતી. ચેન્નાઈએ આ મેચ 28 રને જીતી લીધી હતી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.