Rayudu Got Trolled on Social Media: ચેન્નાઇ સુપર કિંગ્સના સ્ટાર બેટ્સમેને અંબાતી રાયુડુ એકવાર ફરીથી ચર્ચામાં છે, તેને પહેલા ટ્વીટ કર્યુ હતુ કે અત્યારની ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 ટૂર્નામેન્ટ તેની છેલ્લી સિઝન છે. જોકે, બાદમાં મિનીટોમાં જ આ રાયુડુએ સન્યાંસના આ ટ્વીટને ડિલીટ કરી દીધુ હતુ. જે પછી સોશ્યલ મીડિયા પર યૂઝર્સે તેને ટ્રૉલ કરવાનુ શરૂ કરી દીધુ હતુ.
અંબાતી રાયુડુએ કરી હતી સન્યાંસની જાહરાત -
આ પહેલા રાયડુએ પોતાના અધિકારીક ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરતાં રાયુડુએ લખ્યું- મને એ જાહેરાત કરતાં આનંદ થઇ રહ્યો છે કે આ મારી છેલ્લી આઇપીએલ હશે. આ લીગમાં રમવુ અને 13 વર્ષ સુધી 2 મહાન ટીમોનો ભાગ બનવાની સાથે શાનદાર સમય વિતાવ્યો છે. આ શાનદાર યાત્રા માટે મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સને ઇમાનદારીથી ધન્યવાદ કહેવાનુ પસંદ કરીશ.
બાદમાં ટ્વીટ કરી દીધુ હતુ ડિલીટ -
જોકે, રાયુડુએ થોડીજવારમાં આ ટ્વીટને ડિલીટ કરી દીધુ હતુ. આ વખતે આઇપીએલ મેગા ઓક્શનમાં ચેન્નાઇએ તેને 6.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ આઇપીએલ 2022માં રાયુડુ ખાસ ચાલ્યો નહીં, તેને અત્યાર સુધીમાં 12 મેચમાં 27.10ની એવરેજથી 271 રન બનાવ્યા છે. આ સીઝનમાં તેણે એક અડધી સદી ફટકારી છે. રાયુડુના ફોર્મ અને ટ્વીટને લઇને સોશ્યલ મીડિયા પર ફેન્સે તેને આડેહાથે લીધો અને મજાક ઉડાવી હતી.