IPL 2022 ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં KKR ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  જ્યારે રવીન્દ્ર જાડેજાની આગેવાની હેઠળની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરી છે. આ મેચમાં પ્રવેશતા પહેલા જાડેજાએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. IPLમાં કેપ્ટન બનતા પહેલા તે સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બની ગયો છે. તે 200 મેચ રમીને કેપ્ટન બનનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.


રવિન્દ્ર જાડેજા તેની IPL કરિયરની 201મી મેચ રમી રહ્યો છે. કેપ્ટન તરીકે આ તેની પ્રથમ મેચ છે. જાડેજા આ પહેલા 200 મેચ રમી ચૂક્યો છે. આઈપીએલમાં કેપ્ટન બનતા પહેલા જાડેજા સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બની ગયો છે. જાડેજા પછી મનીષ પાંડે બીજા સ્થાને છે. મનીષે 153 મેચ રમી અને ત્યાર બાદ તે કેપ્ટન બન્યો.


કેપ્ટન બનતા પહેલા સૌથી વધુ મેચ રમવાના મામલે કિરન પોલાર્ડ ત્રીજા સ્થાન પર છે. પોલાર્ડ 137 IPL મેચ રમીને કેપ્ટન બન્યો હતો. જ્યારે રવિચંદ્રન અશ્વિન 111 મેચ સાથે ચોથા સ્થાને છે. આ મામલામાં સંજુ સેમસન પાંચમા અને ભુવનેશ્વર કુમાર છઠ્ઠા સ્થાન પર છે. સંજુ 107 મેચ રમીને કેપ્ટન બન્યો અને ભુવી 103 મેચ રમીને કેપ્ટન બન્યો.


IPLમાં કેપ્ટન બનતા પહેલા સૌથી વધુ મેચ રમનાર ખેલાડીઓ -


200 રવિન્દ્ર જાડેજા
153 મનીષ પાંડે
137 કિરન પોલાર્ડ
111 રવિચંદ્રન અશ્વિન
107 સંજુ સેમસન
103 ભુવનેશ્વર કુમાર


IPL 2022 માટે ટીમોના ગ્રુપ આ પ્રમાણે છે:


ગ્રુપ A ટીમો- 
1. મુંબઈ ઈન્ડિયન્સ
2. કોલકાતા નાઇટ રાઇડર્સ 
3. રાજસ્થાન રોયલ્સ 
4. દિલ્હી કેપિટલ્સ 
5. લખનઉ સુપર જાયન્ટ્સ


ગ્રુપ B ટીમો- 
1. ચેન્નઈ સુપર કિંગ્સ 
2. સનરાઇઝર્સ હૈદરાબાદ 
3. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 
4. પંજાબ કિંગ્સ 
5. ગુજરાત ટાઇટન્સ


IPL 2022 26 માર્ચથી શરૂ થશે અને 29 મેના રોજ ફાઈનલ રમાશે. આ દરમિયાન મુંબઈ અને પૂણેમાં ચાર આંતરરાષ્ટ્રીય સ્થળો પર 70 લીગ મેચો રમાશે. દરેક ટીમ વાનખેડે સ્ટેડિયમ અને ડીવાય પાટિલ સ્ટેડિયમમાં 4-4 મેચો અને બ્રેબોર્ન સ્ટેડિયમ અને એમસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં 3-3 મેચ રમશે.