IPL 2022માં લખનઉ (LSG) અને ચેન્નઈ (CSK)ની ટીમો ગુરુવારે એકબીજા સાથે ટકરાશે. ટૂર્નામેન્ટની 15મી સિઝનની શરૂઆત બંને ટીમો માટે સારી રહી નથી અને અભિયાનની શરૂઆત હાર સાથે થઈ હતી. બીજી મેચમાં લખનઉ અને ચેન્નઈની ટીમો મેદાનમાં ઉતરશે ત્યારે કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાની કેપ્ટનશીપની પણ કસોટી થશે. જોકે અનુભવી ધોની ચેન્નઈમાં હાજર છે, જે જાડેજા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. અગાઉની મેચોમાં લખનઉ અને ચેન્નઈના ટોપ ઓર્ડર બેટ્સમેનો સારુ પ્રદર્શન કરી શક્યા નહોતા. 


જાણો લખનઉ અને CSK વચ્ચે ક્યારે અને ક્યાં રમાશે મેચ?


લખનઉ અને ચેન્નઈ વચ્ચેની આ મેચ ગુરુવારે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. આ સિઝનની આ સાતમી મેચ હશે. મેચનો ટોસ સાંજે 7 વાગ્યે થશે અને રમત સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.


તમે લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકો છો?


જો તમે લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચનો આનંદ માણવા માંગતા હોવ તો તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર તેનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકો છો.


મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોવું?



તમે 'ડિઝની પ્લસ હોટસ્ટાર' પર લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ રોયલ્સ વચ્ચેની મેચનો આનંદ માણી શકો છો. 


બંને ટીમોનું ભૂતકાળનું પ્રદર્શન


આ સિઝનની પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સની બેટિંગ સંપૂર્ણપણે ફ્લોપ રહી હતી. મહેન્દ્ર સિંહ ધોનીએ કોલકાતા સામે સૌથી વધુ 50 રનની ઇનિંગ રમી હતી. ધોની સિવાય કોઈ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યો ન હતો. નિર્ધારિત 20 ઓવરમાં ટીમ 5 વિકેટે 131 રન જ બનાવી શકી હતી. જ્યારે કોલકાતાએ શાનદાર પ્રદર્શન કરીને મેચ જીતી લીધી હતી. બીજી તરફ, લખનઉની ટીમ પણ પ્રથમ મેચમાં સારુ પ્રદર્શન કરી શકી નહોતી. તેને ગુજરાત ટાઇટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.