IPL 2022: આઈપીએલ 2022માં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે મેચ રમાશે. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. એક તરફ રવિન્દ્ર જાડેજાની કપ્તાનીવાળી ચેન્નાઈની ટીમ અત્યાર સુધીમાં બંને મેચ હારી ચુકી છે. તો મયંક અગ્રવાલની આગેવાની હેઠળ પંજાબની ટીમે બે મેચમાંથી એક મેચ જીતી છે. ચેન્નાઈની ટીમ પોતાના નવા કેપ્ટન રવિન્દ્ર જાડેજાની આગેવાનીમાં આ સીઝનમાં પોતાની પહેલી જીત મેળવવા માટે રમવા ઉતરશે તો પંજાબ કિંગ્સ આ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ઉપર આવવા માટે પ્રયત્ન કરશે. બંને ટીમો ઘણી મજબૂત ટીમો છે અને આજની મેચ રોમાંચક થવાની પુરી શક્યતાઓ છે.


ચેન્નાઈ અને પંજાબના આંકડાઃ
ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે હેડ ટુ હેડ આંકડાની વાત કરીએ તો અત્યાર સુધીમાં બંને ટીમોએ આઈપીએલમાં 25 વખત ટકરાઈ છે. જેમાંતી 15 મેચોમાં ચેન્નાઈની ટીમે જીત મેળવી છે જ્યારે 10 મેચો પંજાબે જીતી છે. આ સાથે જ ગયા વર્ષે બંને ટીમો વચ્ચે બે મુકાબલા રમાયા હતા જેમાંથી બંને ટીમોએ 1-1 મેચ જીતી હતી. ગઈ બધી મેચોના રેકોર્ડના આધારે જોઈએ તો ચેન્નાઈનું પલ્લુ ભારે દેખાઈ રહ્યું છે. પરંતુ આ સીઝનમાં અત્યાર સુધીની મેચોમાં ચેન્નાઈનું પ્રદર્શન ખરાબ રહ્યું છે.


સૌથી વધુ અને સૌથી ઓછો સ્કોરઃ
ચેન્નાઈ અને પંજાબની વચ્ચે થયેલી મેચોના સૌથી વધુ અને સૌથી ઓછા સ્કોરની વાત કરીએ તો, ચેન્નાઈએ પંજાબ સામે સૌથી વધુ 240 રન બનાવ્યા છે જ્યારે સૌથી ઓછા 107 રન બનાવ્યા છે. બીજી તરફ પંજાબની ટીમે ચેન્નાઈ સામે સૌથી વધુ 231 રન અને સૌથી ઓછા 92 રન બનાવ્યા છે. આના વરથી એક વાતનો અંદાજ લગાવી શકાય છે કે બંનો ટીમો વચ્ચે થનારી આ મેચ હાઈસ્કોરિંગ થઈ શકે છે.