ઇન્ડિયન પ્રિમિયર લીગની 15મી સીઝનમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે મુંબઇ ઇન્ડિયન્સ સામે પાંચ વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં પેટ કમિન્સે આક્રમક બેટિંગ કરી 15 બોલમાં અણનમ 56 રનની રેકોર્ડ ઇનિંગ્સ રમી હતી. જેના કારણે કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સને 24 બોલ બાકી રહેતા પાંચ વિકેટે જીત થઇ હતી.
આ મેચમાં જીત સાથે કોલકાતાએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ટોચનું સ્થાન મેળવી લીધું છે. આ ઇનિંગ દરમિયાન કમિન્સે ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા છે. આ સિવાય ડેનિયલ સેમ્સના નામે એક શરમજનક રેકોર્ડ પણ નોંધાયેલ છે.
કમિન્સે ઈતિહાસ રચ્યો હતો
આ મેચમાં પેટ કમિન્સે IPL ઈતિહાસમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી છે. આ મામલે તેણે કેએલ રાહુલના રેકોર્ડની બરાબરી કરી છે. રાહુલે 2018માં દિલ્હી કેપિટલ્સ સામે 14 બોલમાં અડધી સદી ફટકારી હતી.
આ શરમજનક રેકોર્ડ ડેનિયલ સેમ્સના નામે નોંધાયો
કમિન્સે ડેનિયલ સેમ્સની એક ઓવરમાં ચાર છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 35 રન બનાવ્યા હતા. આ સાથે તે IPLના ઈતિહાસનો સૌથી મોંઘો બોલર બની ગયો છે.
એક ઓવરમાં સૌથી વધુ રન આપનાર બોલર
રન |
ખેલાડી |
ટીમ |
વર્ષ |
37 |
પી.પરમેશ્વરન |
RCB |
2011 |
37 |
હર્ષલ પટેલ |
CSK |
2021 |
35 |
ડેનિયલ સેમ્સ |
KKR |
2022 |
33 |
રવિ બોપારા |
KKR |
2010 |
33 |
પરવિન્દર અવના |
CSK |
2014 |