મુંબઈ: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022માં રિષભ પંતની કેપ્ટનશીપ હેઠળ દિલ્હી કેપિટલ્સ આજે કેન વિલિયમસનની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં સનરાઇઝર્સ ફરી જીત નોંધાવીને ટોપ-4માં પહોંચવાનું લક્ષ્ય રાખશે. બીજી તરફ દિલ્હી કેપિટલ્સ આ મેચ જીતીને પ્લેઓફમાં જવાની આશા જીવંત રાખવા માંગશે. હૈદરાબાદની ટીમ છેલ્લી 2 મેચ હારી ચૂકી છે. જ્યારે દિલ્હી કેપિટલ્સને પણ છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ચાલો જાણીએ બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન વિશે જાણીએ.


દિલ્હી વિરૂદ્ધ રમાનારી મેચમાં સનરાઇઝર્સ ટીમ પોતાના બોલિંગમાં સુધારો કરવા ઇચ્છશે. છેલ્લી મેચમાં હૈદરાબાદે CSK સામે 20 ઓવરમાં 202 રન આપ્યા હતા. ચેન્નઈના બેટ્સમેનોએ ઉમરાન મલિક સહિત તમામ બોલરોને ધોઇ નાખ્યા હતા. હૈદરાબાદની ટીમ સતત 2 મેચ હારી છે. આ પહેલા હૈદરાબાદે સતત 5 મેચ જીતી હતી. પરંતુ બાદમાં તેને ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હૈદરાબાદે આઈપીએલ 2022માં 9 મેચ રમી છે જેમાં 5માં જીત અને 4માં હાર થઈ છે. કેન વિલિયમસનની ટીમ 10 પોઈન્ટ સાથે 5માં સ્થાને છે.


દિલ્હી માટે જીત જરૂરી છે


IPL 2022માં જીત સાથે શરૂઆત કરનારી દિલ્હી કેપિટલ્સની ટીમ તેમના પ્રદર્શનમાં સાતત્ય જાળવી રાખવામાં નિષ્ફળ રહી છે. દિલ્હી અત્યાર સુધીમાં 9 મેચ રમી છે જેમાં 4માં જીત અને 5માં હાર થઈ છે. જો પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો દિલ્હી કેપિટલ્સ 8 પોઈન્ટ સાથે સાતમા ક્રમે છે.


દિલ્હી  કેપિટલ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન


પૃથ્વી શૉ, ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, ઋષભ પંત, લલિત યાદવ, રોવમેન પૉવેલ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મુસ્તફિઝુર રહમાન, ચેતન સાકરિયા


હૈદરાબાદની સંભવિત પ્લેઇંગ ઇલેવન


કેન વિલિયમ્સન, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરમ, નિકોલસ પૂરન, વોશિંગ્ટન સુંદર, શશાંક સિંહ, માર્કો યાનસેન, ભૂવનેશ્વર કુમાર, ટી.નટરાજન, ઉમરાન મલિક