Orange Cap 2022: રાજસ્થાન રૉયલ્સના ઓપનર બેટ્સમેન જૉસ બટલર IPLની આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન બની ગયો છે. ઓરેન્જ કેપ પર તેનો કબજો યથાવત છે. IPLની આ સિઝનના બીજા અઠવાડિયાથી ઓરેન્જ કેપ તેને તેની પાસે જ રાખી છે. તે સિઝનની ત્રણ સદીઓ પણ ફટકારી ચૂક્યો છે.
જૉસ બટલર આ સિઝનમાં ગજબની લયમાં દેખાઇ રહ્યો છે. 10 મેચોમાં તે 65.33 ની એવરેજ અને 150.76 ની ધમાકેદાર સ્ટ્રાઇક રેટથી 588 રન બનાવી ચૂક્યો છે. તેની આજુબાજુમાં કોઇ બીજો બેટ્સમેન નથી. બટલર બાદ લખનઉ સુપર જાયન્ટ્સનો કેપ્ટન કેએલ રાહુલનો નંબર આવે છે, તે બે સદીઓ સાથે 451 રન બનાવીને ઓરેન્જ કેપની દાવેદારીમાં બીજા નંબર પર છે. પંજાબ કિંગ્સનો શિખર ધવન પણ સતત રન બનાવીને ઓરેન્જ કેપની રેસમાં ટકેલો છે. તે અત્યાર સુધી 369 રન ઠોકી ચૂક્યો છે.
પૉઝિશન | બેટ્સમેન | મેચ | રન | બેટિંગ એવરેજ | સ્ટ્રાઇક રેટ |
1 | જૉસ બટલર | 10 | 588 | 65.33 | 150.76 |
2 | કેએલ રાહુલ | 10 | 451 | 56.38 | 145.01 |
3 | શિખર ધવન | 10 | 369 | 46.13 | 124.66 |
4 | અભિષેક શર્મા | 9 | 324 | 36.00 | 134.43 |
5 | શ્રેયસ અય્યર | 10 | 324 | 36.00 | 133.33 |
આ પણ વાંચો............
Astrology: નિ:સંતાન દંપતિએ આ બંને ગ્રહોને ખુશ કરવા જરૂરી, આ ઉપાયથી મેળવી શકે છે સંતાન સુખ
Weight Loss Tips: વજન ઘટાડવાનો ચોક્કસ આયુર્વેદિક ઉપાય, અસર તરત જ દેખાશે
Guruvar Vrat: ગુરૂવાર વ્રત રાખતી વખતે રહો સાવધાન, ભૂલેને પણ ન કરો આ કામ,નહિ તો બગડી શકે છે બધો જ ખેલ
Primary Symptoms Of Heart Attack: હાર્ટ અટેકના એક મહિના પહેલા જ શરીરમાં દેખાય છે આ લક્ષણો
Coronavirus Cases Today: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3 હજારથી વધુ કેસ નોંધાયા, 55 લોકોના મોત
Health Tips:શું આપ પણ ખાલી પેટ ચા પીવો છો? તો આ આદતના નુકસાન પણ જાણી લો