IPL 2022, KKR vs DC: છેલ્લી ઓવરમાં KKRની ટીમ ઓલ આઉટ, દિલ્હીએ 44 રનથી મેચ જીતી લીધી

IPLમાં આજે ઋષભ પંતની દિલ્હી કેપિટલ્સ અને શ્રેયસની કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો થશે. ગઈ સિઝનમાં બન્ને ખેલાડીઓ દિલ્હી તરફથી સાથે રમતા હતા. પહેલા શ્રેયસ દિલ્હીનો કેપ્ટન હતો.

gujarati.abplive.com Last Updated: 10 Apr 2022 07:34 PM
દિલ્હી કેપિટલ્સે 44 રનથી મેચ જીતી

દિલ્હી કેપિટલ્સે 44 રનથી મેચ જીતી લીધી. છેલ્લી ઓવરના ચોથા બોલ પર શાર્દુલ ઠાકુરે રસીક સલામને આઉટ કર્યા બાદ કોલકાતાના તમામ વિકેટ પડી ગઈ હતી. 

13.1 ઓવર પર કોલકાતાનો સ્કોર 118 રન પર 4 વિકેટ

કોલકાતા નાઈટ રાઈડર્સની ચાર વિકેટ પડી ગઈ છે. શ્રેયસ અય્યર 33 બોલમાં 55 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે નિતીશ રાણા 20 બોલમાં 30 રન કરીને આઉટ થયો. હાલ આંદ્રે રસેલ અને સૈમ બિલિંગ્સ રમી રહ્યા છે.

KKRનો સ્કોર 74 રન પર 2 વિકેટ, 66 બોલમાં 142 રનની જરુર.

9 ઓવરના અંતે કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર બે વિકેટ પર 74 રન પર પહોંચ્યો છે. શ્રેયસ અય્યર 21 ઓવરમાં 32 રન અને નિતીશ રાણા 11 બોલમાં 13 રન બનાવીને રમતમાં છે. હાલ કેકેઆરને જીત માટે 66 બોલમાં 142 રનની જરુર.


અજીંક્ય રહાણે આઉટ થયો, કોલકાતાનો સ્કોર 38 રન પર બે વિકેટ

અજીંક્ય રહાણે આઉટ થયો. ખલીલ અહેમદના બોલ પર રહાણેએ ફટકો માર્યો હતો પણ શાર્દુલ ઠાકુરે શાનદાર કેચ કરીને રહાણેને આઉટ કર્યો હતો.

KKRને લાગ્યો પ્રથમ ઝટકો

KKRને ત્રીજી ઓવરમાં પ્રથમ ઝટકો લાગ્યો છે. વેંકટેશ એય્યર 8 બોલમાં 18 રન કરી આઉટ થયો છે. 2.3 ઓવર બાદ કોલકાતાનો સ્કોર 21-1 

2 ઓવર બાદ KKRનો સ્કોર 16/0

બીજી ઓવરમાં વેંકટેશ અય્યરે બે સિક્સર ફટકારી હતી. શાર્દુલ ઠાકુરે આ ઓવરમાં 13 રન આપ્યા. 

KKRની ઈનિંગ શરૂ,વેંકટેશ એય્યર અને રહાણે ક્રિઝ પર

દિલ્હી તરફથી પ્રથમ ઓવર મુસ્તફિઝુર રહેમાને કરી હતી. પ્રથમ ઓવરમાં કોલકાતાના બેટ્સમેનો માત્ર 2 રન જ બનાવી શક્યા હતા.

દિલ્હીએ કોલકાતાને આપ્યો 216 રનનો ટાર્ગેટ

દિલ્હીએ કોલકાતાને 216 રનનો ટાર્ગેટ આપ્યો છે. દિલ્હી તરફથી પૃથ્વી શોએ 51, ડેવિડ વોર્નરે 61 રન બનાવ્યા હતા. જ્યારે અક્ષર પટેલા 14 બોલમાં 22 રન અને શાર્દુલ ઠાકુર 11 બોલમાં 29 રન કરી નોટ આઉટ રહ્યા હતા.

18.1 ઓવરના અંતે દિલ્હીનો સ્કોર 182/5

દિલ્હીએ 18.1 ઓવરના અંતે 5 વિકેટના નુકસાને 182 રન બનાવી લીધા છે. અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુર બેટિંગ કરી રહ્યા છે

દિલ્હીની પાંચમી વિકેટ પડી

વોર્નર 45 બોલમાં 61 રન કરી આઉટ થયો છે. દિલ્હીએ 17 ઓવરના અંતે 5 વિકેટના નુકસાને 167 રન બનાવી લીધા છે.

પોવેલ 8 રન બનાવી આઉટ

15.1 ઓવરમાં દિલ્હીએ 4 વિકેટે161 રન બનાવી લીધા છે. વોર્નર 40 બોલમાં 60 રન બનાવી બેટિંગ કરી રહ્યો છે. પોવેલ 8 રન બનાવી આઉટ થયો છે.

દિલ્હીને લાગ્યો ત્રીજો ઝટકો, લલિત યાદવ 1 રન બનાવી આઉટ

દિલ્હીને ત્રીજો ઝટકો લાગ્યો છે. લલિત યાદવ 1 રન બનાવી આઉટ થયો છે.  દિલ્હીએ 14 ઓવરના અંતે 150 રન બનાવી લીધા છે.

દિલ્હીને લાગ્યો બીજો ઝટકો

દિલ્હીને બીજો ઝટકો લાગ્યો છે. પંત 14 બોલમાં 27 રન કરી આઉટ થયો છે. દિલ્હીએ 12.5 ઓવરમાં બે વિકેટે 148 રન બનાવી લીધા છે.

12 ઓવરના અંતે દિલ્હીનો સ્કોર 137/1

12 ઓવરના અંતે દિલ્હીએ એક વિકેટે 137 રન બનાવી લીધા છે. વોર્નર 47 અને પંત 25 રને બેટિંગ કરી રહ્યા છે

દિલ્હીના 100 રન પૂરા

દિલ્હીએ 10.1 ઓવરમાં 100 રન પૂરા કરી લીધા છે. ડેવિડ વોર્નર 38 અને પંત 12 રને બેટિંગ કરી રહ્યા છે.

દિલ્હીને પ્રથમ ઝટકો

દિલ્હીને પ્રથમ ઝટકો લાગ્યો છે. ઓપનર પૃથ્વી શો 29 બોલમાં 51 રન બનાવી આઉટ થયો છે. 8.4 ઓવરના અંતે દિલ્હીનો સ્કોર  93-1

દિલ્હીની વિસ્ફોટક બેટિંગ, 7 ઓવરના અંતે દિલ્હીનો સ્કોર 73/0

દિલ્હીના ઓપનરોએ વિસ્ફોટક શરૂઆત કરી છે. ડેવિડ વોર્નર 19 બોલમાં 30 રને અને પૃથ્વી શો 23 બોલમાં 38 રને બેટિંગ કરી રહ્યો છે.

6 ઓવરના અંતે દિલ્હીનો સ્કોર 68/0

ડેવિડ વોર્નર 27 રને અને પૃથ્વી 36 રને બેટિંગ કરી રહ્યા છે.

5 ઓવરના અંતે દિલ્હીનો સ્કોર 58/0


ડેવિડ વોર્નર 22 રને અને પૃથ્વી 31 રને બેટિંગ કરી રહ્યા છે.

4 ઓવરના અંતે દિલ્હીનો સ્કોર 50/0

ડેવિડ વોર્નર 15 રને અને પૃથ્વી 30 રને બેટિંગ કરી રહ્યા છે.

3.1 ઓવરમાં દિલ્હીના 38/0

દિલ્હીએ 3.1 ઓવરમાં વિના વિકેટે 38 રન બનાવી લીધા છે

ડેવિડ વોર્નર અને પૃથ્વી શો એ કરી ઈનિંગની શરુઆત

દિલ્હી તરફથી ડેવિડ વોર્નર અને પૃથ્વી શો એ કરી ઈનિંગની શરુઆત કર છે. દિલ્હીએ વિના વિકેટે 21 રન બનાવ્યા છે.

KKRએ ટોસ જીત્યો

દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે 19મી મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતીને પ્રથમ જવાનો નિર્ણય લીધો છે. આજની મેચના અમ્પાયર ક્રિસ ગેફની, જયરામન મદનગોપાલ, સૈયદ ખાલિદ અને રેફરી પ્રકાશ ભટ્ટ છે.

બ્રેકગ્રાઉન્ડ

IPL 2022: IPLમાં આજે (10 એપ્રિલ) ઋષભ પંતની દિલ્હી કેપિટલ્સ અને શ્રેયસની કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો થશે. ગઈ સિઝનમાં બન્ને ખેલાડીઓ દિલ્હી તરફથી સાથે રમતા હતા. પહેલા શ્રેયસ દિલ્હીનો કેપ્ટન હતો, બાદમાં પંતને દિલ્હીનો કેપ્ટન બનાવવામાં આવ્યો. કેપ્ટન્સી જતા જ શ્રેયસે દિલ્હી છોડવાનું મન બનાવી લીધુ હતું. બન્ને ખેલાડીઓ ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી કરવાની રેસમાં છે. એવામાં આજની મેચ ટીમ માટે 2 પોઈન્ટ મેળવવા ઉપરાંત બન્ને ખેલાડીઓની કેપ્ટન્સીની પરીક્ષા તરીકે પણ મહત્વનો છે. દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમાં નંબરે છે જ્યારે KKR ટોપ પર છે.


બન્નેની સંભવિત પ્લેઇંગ ઇલેવન -


કોલકત્તા નાઇટ રાઇડર્સ ટીમ
અંજિક્યે રહાણે, વેંકેટેશ અય્યર, શ્રેયસ અય્યર (કેપ્ટન), સેમ બિલિંગ્સ (વિકેટકીપર), નીતિશ રાણા, આંદ્રે રસેલ, સુનીલ નારેન, પેટ કમિન્સ, ઉમેશ યાદવ, રસિખ સલામ, વરુણ ચક્રવર્તી. 


દિલ્હી કેપિટલ્સ ટીમ 
પૃથ્વી શૉ, ડેવિડ વોર્નર, રૉવમેન પૉવેલ, ઋષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), સરફરાજ ખાન, લલિત યાદવ, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, મુસ્તફિઝૂર રહેમાન, એનરિક નૉર્ટર્ઝે.


કોનુ પલડુ છે ભારે 
જો હાલના ફોર્મની વાત કરીએ તો KKR સતત બે મેચો જીતીને આવી છે, આવામાં દિલ્હી વિરુદ્ધ કોલકત્તાની પાસે એકવાર ફરીથી જીત હાંસલ કરવાના મોકો છે, મેચમાં KKRનો પલડુ ભારે લાગી રહ્યું છે. 


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.