IPL 2022, LSG vs RCB: મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી IPL 2022ની 31મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનઉ સુપર જાયન્ટ્સને 18 રનથી હરાવ્યું. આરસીબીની આ પાંચમી જીત છે. જ્યારે કેએલ રાહુલની આગેવાની હેઠળની લખનઉની આ ત્રીજી હાર છે. આ મેચમાં લખનઉએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન પહેલાં બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શરુઆત ખરાબ રહી હતી. બેંગ્લોરના ઓપનર બેટ્સમેન સાવ સસ્તામાં જ આઉટ થઈ ગયા હતા. જેમાં અનુજ રાવત 4 રન, વિરાટ કોહલી 0 રન, મેક્સવેલ 23 રન, સુયશ પ્રભુદેસાઈ 10 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. જો કે, બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે બાજી સંભાળી હતી. RCB માટે આ મેચમાં ફાફ ડુપ્લેસિસે 64 બોલમાં 96 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન ડુપ્લેસિસે 11 ચોગ્ગા અને 2 સિક્સર ફટકારી હતી. જો કે, આ શાનદાર ઈનિંગમાં તે સદી ચુકી ગયો હતો.
આ મેચમાં ફરી એકવાર કેએલ રાહુલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયો હતો. આ વખતે તેનું કારણ તેની બેટિંગ નહીં પરંતુ ફિલ્ડિંગ હતી. તેનો કેચ જોઈને સ્ટેન્ડમાં બેઠેલી મહિલા ચાહકની પ્રતિક્રિયા જોવા જેવી હતી. જે બાદ આ ફેન્સનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
રાહુલે આ મેચમાં અનુજ રાવતનો કેચ લીધો હતો
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરની શરૂઆત આ મેચમાં ઘણી ખરાબ રહી હતી. ટીમનો ઓપનર અનુજ રાવત ફરી એકવાર નિષ્ફળ રહ્યો હતો અને માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. આ મેચમાં તે મોટો શોટ રમવાના પ્રયાસમાં રાહુલને કેચ આપી રહ્યો હતો.
રાહુલના આ કેચ બાદ સ્ટેન્ડ પર બેઠેલા તેના ફેન્સ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. જે બાદ હવે તેનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.