IPL 2022 Final: IPL 2022ની ફાઈનલ મેચ રાજસ્થાન અને ગુજરાત વચ્ચે રમાઈ રહી છે. આ મેચની પહેલાં BCCI એ પોતાનું નામ 'ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ'માં નોંધાવ્યું છે. IPLની 15મી સીઝનની ફાઈનલ મેચની પહેલાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક વિશાળકાય જર્સીનું પ્રદર્શન કરાયું હતું. આ જર્સી દુનિયાની સૌથી મોટી જર્સી છે. જે બાદ આ રેકોર્ડ ગિનીસ બુક ઓફ વર્લ્ડમાં નોંધાયો છે. આ જર્સી આઈપીએલને 15 વર્ષ પુરા થયાના ઉપલક્ષ્યમાં બનાવામાં આવી હતી. 


આ દરમિયાન ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આઈપીએલ 2022ની ફાઈનલ મેચ પહેલાં ક્લોઝિંગ સેરેમની દરમિયાન BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી, BCCIના સચિવ જય શાહ, આઈપીએલ અધ્યક્ષ બૃજેશ પટેલે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ લીધું હતું. દુનિયાની સૌથી મોટી જર્સી આઈપીએલને 15 વર્ષ પુરા થયાના ઉપલક્ષ્યમાં બનાવામાં આવી હતી. 






સમાપન સમારોહની શરૂઆત બોલિવૂડ અભિનેતા રણવીર સિંહના પરફોર્મન્સથી થઈ હતી. તેણે KGF સહિત ઘણી ફિલ્મોના ગીતો પર ડાન્સ કર્યો. રણવીરનું દમદાર પરફોર્મન્સ ખૂબ જ જોરદાર હતું અને તેના ડાન્સ પર દર્શકો જૂમી ઉઠ્યા હતા.


રણવીરના પરફોર્મન્સ બાદ એ.આર રહેમાને પણ પોતાનું પરફોર્મન્સ રજુ કર્યું હતું. તેની સાથે સ્ટાર સિંગર મોહિત ચૌહાણ અને નીતિ મોહન પણ જોડાયા હતા. આ ત્રણેય સિંગરોએ મળીને સ્ટેજ પર ચાર ચાંદ લગાવી દીધા હતા. તેમના ગીતોએ સ્ટેડિયમનું વાતાવરણ સંગીતમય બનાવી દીધું હતું અને દર્શકો જૂમી ઉઠ્યા હતા. સ્ટેજ પર મોહિત ચૌહાણ સાથે બેની દયાલ પણ પરફોર્મ કરી રહ્યો હતો.