IPL 2022 Closing Ceremony: આઈપીએલ 2022ની ફાઈનલ મેચ રાત્રે 8 વાગ્યાથી રમાશે. અમદાવાદમાં રમાનારી આ મેચ પહેલા સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર અને રણવીર સિંહ સહિત ઘણા ખાસ મહેમાનો પહોંચ્યા છે. બોલિવૂડ સ્ટાર્સની સાથે રમત-ગમત ક્ષેત્રના દિગ્ગજો પણ પહોંચ્યા છે. સ્ટાર સંગીતકાર અને ગાયક એ.આર રહેમાને પણ પરફોર્મ કર્યું હતું. IPLના સમાપન સમારોહની શરૂઆત રણવીરના જોરદાર પ્રદર્શન સાથે થઈ હતી.
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 ની ફાઈનલ મેચ રાજસ્થાન અને ગુજરાત વચ્ચે રમાવાની છે. આ મેચ પહેલા ભવ્ય સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. પૂર્વ ક્રિકેટર અને પૂર્વ કોચ રવિ શાસ્ત્રી હોસ્ટ કરી રહ્યા છે. સમાપન સમારોહની શરૂઆત બોલિવૂડ અભિનેતા રણવીર સિંહના પરફોર્મન્સથી થઈ હતી. તેણે KGF સહિત ઘણી ફિલ્મોના ગીતો પર ડાન્સ કર્યો. રણવીરનું દમદાર પરફોર્મન્સ ખૂબ જ જોરદાર હતું અને તેના ડાન્સ પર દર્શકો જૂમી ઉઠ્યા હતા.
રણવીરના પરફોર્મન્સ બાદ એ.આર રહેમાને પણ પોતાનું પરફોર્મન્સ રજુ કર્યું હતું. તેની સાથે સ્ટાર સિંગર મોહિત ચૌહાણ અને નીતિ મોહન પણ જોડાયા હતા. આ ત્રણેય સિંગરોએ મળીને સ્ટેજ પર ચાર ચાંદ લગાવી દીધા હતા. તેમના ગીતોએ સ્ટેડિયમનું વાતાવરણ સંગીતમય બનાવી દીધું હતું અને દર્શકો જૂમી ઉઠ્યા હતા. સ્ટેજ પર મોહિત ચૌહાણ સાથે બેની દયાલ પણ પરફોર્મ કરી રહ્યો હતો. આ સમાપન સમારોહમાં ઘણા વિશેષ મહેમાનો હાજર રહ્યા હતા. જેમાં BCCI પ્રમુખ જય શાહ, બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર, પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કર અને રાજીવ શુક્લા હાજર રહ્યા હતા.
આ પણ વાંચોઃ