IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનની આજે ફાઇનલ મેચ રમાશે. એકબાજુ સંજુ સેમસનની રાજસ્થાન રૉયલ્સની ટીમ છે તો બીજીબાજુ હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સની ટીમ છે. બન્ને ટીમો આજે સાંજે અમદાવાદના નરેન્દ્રો મોદી સ્ટેડિયમમાં ખિતાબી જંગ માટે ટકરાશે. પરંતુ આ પહેલા અહીં એક ગ્રાન્ડ સમાપન સમારોહ યોજાશે. જેમાં દેશ અને દુનિયાના સેલેબ્સ અને દિગ્ગજો હાજરી આપશે. આમાં ખાસ નામ છે બૉલીવુડ સેલેબ્સ એ આર રહેમાનનુ. એ આર રહેમાન આજના આ મ્યૂઝિક પ્રૉગ્રામમાં પોતાનુ પરફોર્મન્સ કરશે.


IPL: ક્લૉઝિંગ સેરેમનીમાં બૉલીવુડ બતાવશે ઝલવો


આજે આઇપીએલ 2022ની ફાઇનલ મેચ પહેલા સમાપન સમારોહ (IPL 2022 Closing Ceremony)નુ આયોજન થશે. આમાં એક્ટર રણવીર સિંહ (Ranveer Singh) અને સંગીતકાર એઆર રહેમાન (AR Rahman) ઉપરાંત ક્રિકેટ જગતની કેટલીય હસ્તીઓ અને આઇસીસીના અધિકારીઓ હાજરી આપશે. આમાં કહેવાઇ રહ્યું છે કે એ આર રહેમાનની સાથે બૉલીવુડ એક્ટર અને એક્ટ્રેસીસ ગરબા ગાશે.


વિજેતા સહિત કોને કેટલી મળશે રકમ



  • વિશ્વભરમાં આકર્ષણ જમાવનારી હાઈપ્રોફાઈલ લીગમાં ચેમ્પિયન બનનારી ટીમને રૂપિયા 20 કરોડનું રોકડ ઈનામ આપવામાં આવશે.

  • રનર્સઅપ ટીમને તેના કરતાં સાત કરોડ ઓછા એટલે રૂ રુપિયા 13 કરોડ ઈનામી રકમ તરીકે એનાયત કરવામાં આવશે.

  • ચેમ્પિયન ટીમને એનાયત કરવામાં આવતી ઈનામી રકમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જ્યારે ગત વર્ષે રનર્સઅપ ટીમને આપવામાં આવેલી ઈનામી રાશિમાં આ વર્ષે 50 લાખનો વધારો કરવામાં આવ્યો છે. 

  • ત્રીજા ક્રમે રહેલી બેંગ્લોરની ટીમને રૂપિયા 7 કરોડ મળશે.

  • ચોથા ક્રમે રહેલી લખનઉની ટીમને 6.5 કરોડ રૂપિયા મળશે.

  • આઇપીએલ-2022માં સૌથી વધુ રન ફટકારનારા ખેલાડીને ઓરેન્જ કેપ અને સૌથી વધુ  વિકેટ ઝડપનારા ખેલાડીને પર્પલ કેપની સાથે 15-15 લાખ રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવશે.


2018માં થયુ હતું કલોઝિંગ સેરેમનીનું આયોજન


આઇપીએલમાં લગભગ 4 વર્ષના લાંબા ઇન્તજાર બાદ ક્લૉઝિંગ સેરેમની જોવા મળશે. આ મેચ શરૂ થયાના 50 મિનીટ પહેલા આયોજિત કવરામાં આવશે. આ પછી 8 વાગ્યાથી મેચ શરૂ થશેો. આયોજન દરમિયાન બીસીસીઆઇ ભારતીય સ્વતંત્રતાના 75 વર્ષના જશ્નને બહુજ અનોખી રીતે મનાવશે. કોરોના મહામારીના કારણે છેલ્લા ચાર વર્ષથી આઇપીએલનો આવો કોઇ કાર્યક્રમ નથી થયો. આ પહેલા છેલ્લીવાર વર્ષ 2018માં IPL ક્લૉઝિંગ સેરેમની આયોજિત થઇ હતી.


ક્રિકેટ યાત્રાને બતાવવામાં આવશે


અમદાવાદમાં લીગની 15મી સિઝનની ફાઇનલના ઠીક પહેલા આઇપીએલનુ સમાપન સમારોહ આયોજિત કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર,ક્લૉઝિસ સેરેમની 45 મિનીટની હશે. આના આયોજન માટે બોર્ડે એક એજન્સીને જવાબદારી સોંપી છે. સમાપન સમારોહ દરમિયાન ભારતીય ક્રિકેટની યાત્રાને પણ પ્રદર્શિત કરવામાં આવશે. આ દરમિયાન આમિર ખાનની અપકમિંગ ફિલ્મ લાલ સિંહ ચડ્ઢાનુ ટ્રેલર પણ લૉન્ચ થશે. આવુ પહેલીવાર બનશે જ્યારે ભારતીય ટેલિવિઝન પર ક્રિકેટ મેચ દરમિયાન કોઇ ફિલ્મનુ ટ્રેલર લૉન્ચ કરવામાં આવશે.