IPL, આજે સાંજે ઇન્ડિયન પ્રીમિયમ લીગની 15મી સિઝન માટેની ફાઇનલ મેચ રમાવવાની છે, આ મેચમાં રાજસ્થાન રૉયલ્સની ટક્કર ગુજરાત ટાઇટન્સ સામે થવાની છે. એકબાજુ 14 વર્ષ બાદ ફાઇનલમાં પહોંચેલી રાજસ્થાનની નજર બીજીવાર ટ્રૉફી કબજે કરવા પર રહેશે તો સામે ગુજરાતનો ટ્રાય પ્રથમ પ્રયાસમાં જ ચેમ્પીયન ટીમ બનવાનો રહેશે. પરંતુ આ બધાની વચ્ચે ગુજરાત માટે એક મોટી સમસ્યા જૉસ બટલર બની શકે છે. ક્રિકેટના આંકડા અને રિપોર્ટનુ માનીએ તો જૉસ બટલર હાર્દિકની ટીમનો રસ્તો રોકી શકે છે, અને એકલા હાથે ટીમને વિજયી બનાવવા માટે સક્ષમ છે. 


રિપોર્ટ પ્રમાણે કહીએ છે 31 વર્ષીય ઇંગ્લિશ ક્રિકેટર જૉસ બટલર હાલના સમયનો સૌથી ખતરનાક ટી20 બેટ્સમેન ગણી શકાય. તેની ક્રિકેટર કેરિયરની વાત કરીએ તો અત્યાર સુધી 88 ટી20 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે, જેમાં તેને 34.5ની એવરેજ અને 141.2ની સ્ટ્રાઇક રેટથી 2140 રન ઠોકી દીધા. આ આંકડાને જોઇએ તો તે હાલનો સૌથી ખતરનાક બેટ્સમેન છે. 


આ ઉપરાંત તેને આ આઇપીએલમાં સૌથી બેસ્ટ પરફોર્મન્સ કર્યુ છે. તેને ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં સૌથી વધુ વાર ચાર વાર સદી ફટકારીને પોતાની ક્ષમતાને પુરવાર કરી દીધી છે. આઇપીએલ 2022માં જૉસ બટલરે 16 મેચો રમી છે, જેમાં તેને 824 રન બનાવ્યા છે, આમાં તેની ચાર સદી અને ચાર ફિફ્ટી સામેલ છે, તેનો આ સિઝનનો હાઇએસ્ટ સ્કૉર 116 રન રહ્યો છે. એટલુ જ નહીં તેને આ રન 151ની ખતરનાક સ્ટ્રાઇક રેટથી ફટકાર્યા છે. 


જૉસ બટલરના આ પરફોર્મન્સને જોઇએ તો હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ માટે મુસ્કેલીરૂપ બની શકે છે. રાજસ્થાન રૉયલ્સનો આજની મેચમાં દારોમદાર જૉસ બટલર પર રહેવાનો છે, જો ગુજરાતની ટીમ તેને જલદી આઉટ કરી દે છે, તો મેચમાં કંઇક અંશે ગુજરાત હાવી થઇ શકશે. 


આ પણ વાંચો...... 


Mango Festival: જાણો મેંગો મહોત્સવમાં કયા રાજ્યની કઈ કેરી પ્રદર્શનમાં મુકવામાં આવી ?


Return of Ambassador Car: નવા લૂકમાં ફરી ભારતની સડકો પર દોડશે એમ્બેસેડર કાર, જાણો નવી એમ્બેસેડર કેવી હશે


GT vs RR: આજે ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022ની ફાઇનલ, ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટ્રોફી માટે જંગ


IPL 2022 Final: જો વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો કેવી રીતે થશે ચેમ્પિયનનો નિર્ણય?


અમદાવાદ: સોલા ભાગવત બ્રિજ પર ટુ-વ્હીલરને કારે મારી ટક્કર, પુલ પરથી નીચે પટકાતા દંપત્તિનું મોત


યોગી સરકારનો આદેશ- મહિલા કર્મચારીઓ પાસે સાંજે સાત વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી મરજી વિના કામ નહી કરાવી શકાય