ગઈકાલે ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટસે પોતાની ડેબ્યુ મેચ રમી હતી. આ મેચ છેલ્લી ઓવર સુધી રોમાંચક રહી હતી. ગુજરાતની ટીમે મેચ જીતી લઈને આઈપીએલની શરુઆત કરી છે ત્યારે આ મેચમાં બંને ટીમોના ખેલાડીઓએ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનથી ક્રિકેટ ફેન્સના દિલ જીત્યાં હતા. આ ખેલાડીઓમાં ગુજરાત ટાઈટન્સના મહોમ્મદ શમી, હાર્દીક પંડ્યા રાહુલ તેવતીયા, શુભમન ગીલ જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સના દિપક હુડ્ડા, આયુષ બડોની, કૃણાલ પંડ્યા આ મેચના સ્ટાર સાબિત થયા હતા. મેચ પૂર્ણ થયા બાદ મહોમ્મદ શમીને પોતાની 3 વિકેટ માટે મેન ઓફ ધ મેચ આપવામાં આવ્યું હતું.


મેચની શરુઆતમાં બેટિંગ કરવા ઉતરેલી લખનૌની ટીમની શરુઆત ખરાબ રહી હતી. આ દરમ્યાન ગુજરાતની ટીમના શુભમન ગિલે એક શાનદાર કેચ ઝડપ્યો હતો. આ કેચનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. શુભમનના આ કેચને આઈપીએલના ઈતિહાસનો શ્રેષ્ઠ કેચ ગણાવાયો હતો. 






ગુજરાત ટાઈટન્સના સ્ટાર બોલર શમીની બોલિંગની પ્રસંશા ચારે કોર થઈ હતી. વૈંકટેશ પ્રસાદે શમીની પ્રસંશા કરતાં લખ્યું કે, પાવર પ્લેની ઓવરમાં શમી નવા બોલ સાથે કેટલો ઘાતક છે તેણે એ સાબિત કર્યું છે.






મેચના હિરો રાહુલ તેવતીયાના વખાણ કરતાં વિરેન્દ્ર સહેવાગે કહ્યું હતું કે, તેવતીયા એક ક્રાંતિ છે, સામેની ટીમમાં અશાંતિ છે.  આ સાથે સહેવાગે ડેબ્યુ મેચમાં અર્ધ શતક ફટકારનાર આયુષ બડોનીની પ્રસંશા પણ કરી હતી. 






લખનૌની ટીમનો કેપ્ટન કે. એલ. રાહુલ મેચના પ્રથમ બોલ પર આઉટ થયો હતો. આ અંગે એક યુઝરે લખ્યું હતું કે, છેલ્લે જ્યારે રાહુલ પ્રથમ બોલ પર આઉટ થયો હતો ત્યારે તે સીઝનમાં તેણે 973 રન ફટકાર્યા હતા.






ડેબ્યુ મેચમાં અર્ધ શતક ફટકારનાર આયુષ બડોની વિશે ક્રિકબઝે ટ્વીટ કર્યું હતું કે, કે.એલ રાહુલ કહે છે કે, આયુષ બડોની અમારા માટે બેબી એબી ડિવીલીયર્સ છે.