KKR vs PBKS: IPLમાં શુક્રવારે પંજાબ અને કોલકાતા વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં પંજાબનો કારમો પરાજ્ય થયો હતો. પંજાબની ટીમ પ્રથમ બેટિંગ કરતાં 18.2 ઓવરમાં 137 રનમાં ઓલઆઉટ થઈ હતી. કોલકાતાએ 14.3 ઓઓવરમાં 4 વિકેટના નુકસાને 141 રન બનાવી મેચ જીતી હતી. કોલકાતા તરફથી આંદ્રે રસેલે 31 બોલમાં તોફીની 70 રન બનાવ્યા હતા. જેમાં 8 ગગનચુંબી છગ્ગા અને 2 ચોગ્ગા સામેલ હતા.
કિંગ ખાનની પુત્રી સુહાના ખાન, પુત્ર આર્યન ખાન અને એક્ટ્રેસ અનન્યા પાંડે પણ કેકેઆરને સપોર્ટ કરવા આવ્યા હતા. આ દરમિયાન પંજાબ કિંગ્સના પાવર હિટર શાહરૂખ ખાન આઉટ થતાં જ સુહાના અને અનન્યાએ શાનદાર રિએક્શન આપ્યું હતું. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. શાહરૂખ ખાન પાંચ બોલ રમ્યો હતો અને ઝીરો બનાવ્યા હતા. તે ટીમ સાઉથીનો શિકાર બન્યો હતો.