ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ની બુધવારે (30 માર્ચ) રમાયેલી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ના બેટ્સમેનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વાનિન્દુ હસરંગાની સ્પિન સામે ટકી શક્યા નહોતા. મેગા ઓક્શનમાં રૂ. 10.75 કરોડમાં ખરીદવામા આવેલા હસરંગાએ કોલકત્તા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
હસરંગાએ ચાર ઓવરમાં માત્ર 20 રન આપ્યા અને કુલ ચાર વિકેટ ઝડપી હતી. હસરંગાએ કુલ 15 ડોટ બોલ નાખ્યા હતા. જ્યારે તેના સ્પેલમાં કોલકત્તાના બેટ્સમેનો માત્ર બે સિક્સર ફટકારી હતી. હસરંગાએ શ્રેયસ ઐય્યર, સુનીલ નારાયણ, શેલ્ડન જેક્સન, ટીમ સાઉથીને આઉટ કર્યા હતા.
હસરંગા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચમકી રહ્યો છે
માત્ર 24 વર્ષનો વનિન્દુ હસરંગાએ છેલ્લા કેટલાક દિવસોમાં વિશ્વ ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવી છે. અત્યાર સુધીમાં તેણે કુલ 35 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 57 વિકેટ લીધી છે. જ્યારે 29 વનડેમાં 29 વિકેટ, 4 ટેસ્ટમાં 4 વિકેટ ઝડપી છે.
હસરંગાએ T20 વર્લ્ડ કપ 2021માં દક્ષિણ આફ્રિકા સામે હેટ્રિક લીધી હતી. જો કે તે મેચમાં શ્રીલંકાનો વિજય થયો ન હતો અને આફ્રિકાએ મેચ જીતી હતી.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આ સિઝનમાં વાનિન્દુ હસરંગા સંયુક્ત રીતે ત્રીજો સૌથી મોંઘો ખેલાડી છે. તેને હરાજીમાં 10.75 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. વિરાટ કોહલી (15 કરોડ), ગ્લેન મેક્સવેલ (11 કરોડ), હર્ષલ પટેલ (10.75 કરોડ) અને વાનિન્દુ હસરંગા (10.75 કરોડ) બેંગ્લોર માટે સૌથી મોંઘા ખેલાડી છે.
મોદી સરકારનો મોટો નિર્ણય, સેનાને મળશે 15 લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર, જાણો તેની ખાસિયત
બૉલીવુડની Baby Doll સિંગરના લગ્ન થયા ફિક્સ, જાણો કઇ તારીખે કોની સાથે કરશે લગ્ન......